પ્રોજેક્ટર - ડૉ. કૌશિક ચૌધરી
સ્ત્રી-પુરૃષના સંબંધો : સામાજિક સ્થિરતા માટે પાયાનો માપદંડ
ચાલો જાણીએ કે વેદો અને મનુ:સ્મૃતિએ સ્ત્રી અને પુરૃષ વચ્ચે અનેક સંબંધોને જન્મ આપીને ભારતીય સમાજને કુટુંબલક્ષી કેમ બનાવ્યો ?
આજે આપણે આધુનિક થઇ ગયા છીએ અને પ્રાચીનતાને ઉથલાવી નાખવી એને જ આધુનિકતાની સંજ્ઞાા આપી ચૂક્યા છીએ.
સંસારમાં સ્ત્રી અને પુરૃષ ચારે બાજુ છે અને વિરોધી પ્રકૃતિઓનું મિલન કરાવી તટસ્થ ઊર્જા બની જવાની બ્રહ્માંડની નૈસર્ગિક ઉર્જાના કારણે તેમના વચ્ચે સતત મિલન માટેનું આકર્ષણ તો રહેવાનું જ. તો હવે, આવી વિષમ પરિસ્થિતિમાં માનવ સમાજને સ્થિરતા કેવી રીતે આપવી ? આ સવાલ જ્યારે વૈદિક સંસ્કૃતિના પ્રાચીન ભારતીયો સામે ઊભો થયો ત્યારે તેમણે ઉપનિષદોના સત્યની શરણ લીધી. ગયા અંકમાં જેમ આપણે જોયું તેમ દરેક સ્ત્રી અને પુરૃષ વચ્ચે આકર્ષણ તો સાત પરીમાણોમાં થાય છે, પરંતુ જો તે આકર્ષણને અનુસરીને કોઇ મનુષ્ય શરીર દ્વારા મિલન કરવા જાય તો તે સેક્સના અનંત મૃગજળ તરફ ધકેલાઇ જાય છે. આમ, જો સમાજને સત્યમાં સ્થિત રાખવો હોય તો સ્ત્રી-પુરૃષના આકર્ષણને ભક્તિ જેવા નિર્મળ પ્રેમ તરફ ધકેલવું આવશ્યક હતું. આ કારણે ફક્ત એક પતિ-પત્નીના સંબંધને નવી સંતતિ પેદા કરવા સેક્સની છૂટ આપવામાં આવી જ્યારે સ્ત્રી અને પુરૃષ વચ્ચેના બાકીના બધા સંબંધોને નિર્મળ પ્રેમ તરફ વાળવામાં આવ્યા. મોટા ભાઇને પિતા સમાન, મોટી બહેનને માતા સમાન, નાના ભાઈ કે બહેનને પુત્ર કે પુત્રી સમાન માનવાનું નક્કી થયું. મોટા ભાઈની પત્નીને ભાભી કહીને માતા સમાન અને નાના ભાઈની પત્નીને પુત્રવધૂ સમાન માનવામાં આવી. દરેક સંબંધમાં માતા-પિતાના સંબંધની દિવ્યતાને સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી.
અને આ બધુ એટલા માટે કરવામાં આવ્યું. કારણ કે તે સમયના વિદ્વાન ઋષિઓ એ વાતને જાણતા હતા કે કોઇપણ સ્ત્રી-પુરૃષના સંબંધમાં વિરોધી પ્રકૃતિઓનું જાતિગત આકર્ષણ રહેશે જ અને મનુષ્ય લાંબો સમય તે આકર્ષણબળનું દમન નહીં કરી શકે. દમન કર્યું તો પણ તે દમન દ્વારા ઉત્પન્ન થયેલી ગૂંગળામણ અને અપરાધભાવ માનવ સમાજમાં નવી વિકૃતિઓને જન્મ આપશે. અને જો દમન ના કર્યું તો સમાજ મુક્ત સેક્સના એ મૃગજળ તરફ આગળ વધશે જે માનવજાતિના સૌથી શરૃઆતી સમાજની જેમ હંમેશા માટે નષ્ટ પામશે. આફ્રિકાના જંગલોમાં ચિમ્પાન્ઝી જેવા પ્રાણીઓ અને આદીમાનવોમાંથી ઉત્ક્રાન્તિ પામી જ્યારે સૌથી પહેલો માનવસમાજ અસ્તિત્ત્વમાં આવ્યો ત્યારે તેને સત્યનું કોઈ જ્ઞાાન નહોતું. તેની પાસે કોઇ સામાજીક અનુભવ પણ નહોતો. તે સમાજ પ્રાણીઓના સમાજ જેવો જ હતો. કહેવાય છે કે તે સમયે કોઈપણ સ્ત્રી-પુરૃષ એકબીજા સાથે સંબંધ બાંધતા અને સમયે સમયે તેમના પ્રિયપાત્ર બદલતા રહેતા. તે સમયે સંતાનોને તેમની માતાના નામે જ ઓળખવામાં આવતાં કારણ કે તેના પિતા કોણ છે તેની જાણ મોટાભાગે તેની માતાને પણ ના હોતી. તે સમાજ કંઇક એવો જ હતો જેવો આપણે આજે પ્રાણીઓમાં જોઇએ છીએ. તેમાં કોઇ નીતિ નિયમો નહોતા અને આથી સાચા-ખોટાની કોઇ વ્યાખ્યાઓ પણ નહોતી. તેઓ નૈસર્ગિક જીવન જીવતા જેમાં કોઇ અપરાધભાવ નહોતો. પરંતુ સમય જતાં આ સમાજમાં સ્ત્રીઓ માટે સંઘર્ષ ઊભો થયો અને સમાજ ભયંકર ક્રૂરતાની ઝપેટમાં ધકેલાઇને નષ્ટ પામ્યો. તે સમાજના નષ્ટ થયા પછી મનુ નામના રાજાએ કેટલાંક માનવો અને પ્રાણીઓના બીજ બચાવીને જ્યારે નવો સમાજ બનાવ્યો ત્યારે તેમાં આ બધા નવા સંબંધોની રચના કરવામાં આવી. અને એ સંબંધોમાં જે નિયમો અને ભાવનાઓને નાખવામાં આવી તે આજે મનુ:સ્મૃતિ કહેવાય છે. શરૃઆતના આ સમય વિશે ઓશોએ પણ પોતાના અમુક વિચારો રજૂ કરેલા છે. બાઇબલમાં પણ એનું સાંકેતિક નિરુપણ છે કે આદમ અને ઇવે અપવિત્ર એવું સફરજન ખાધું અને તેમને સેક્સની ઇચ્છા થઇ અને આ કારણે જે સંતતિ પેદા થઇ તેણે સ્ત્રીઓ માટે એકબીજાને હણી દીધા. પ્રાચીન ગ્રીસમાં ઓડિપસ નામના એક રાજકુમારે તેની માતા જોડે લગ્ન કરવા પિતાની હત્યા કરેલી એવી દંતકથા છે.
આમ, વૈદિક સમાજમાં સ્ત્રી અને પુરૃષ વચ્ચેના સંબંધોની આ માયાજાળ અસલમાં મનુષ્યને શારીરિક આકર્ષણથી સતત ઉપર રાખી સંસારના સહુ સ્ત્રી-પુરૃષો વચ્ચે નિર્મળ પ્રેમ અને પવિત્રતા ઉત્પન્ન કરવા માટે રચવામાં આવી હતી. જો આવું કરવામાં ન આવ્યું હોત તો સ્ત્રી-પુરૃષ વચ્ચેનું આ આકર્ષણ શારીરિક સંબંધોના રવાડે ચડી સમાજને વારંવાર નષ્ટ કરે રાખત. કારણ કે જ્યાં જ્યાં સ્ત્રી-પુરૃષ વચ્ચેનો સંબંધ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યાં ત્યાં મનુષ્ય કુદરત દ્વારા કરવામાં આવેલી સેક્સની છેતરામણીમાં ફસાયો છે અને સંબંધો અને સમાજને અસંતુલિત કર્યા છે. ઉદાહરણ તરીકે, બધા સંબંધોને માતા-પિતાની દિવ્યતામાં બાંધવાવાળા આપણા પૂર્વજોએ પત્નીની બહેન માટેનો સંબંધ ''સાળી અડધી ઘરવાળી'' જેવી મજાકીયા કહેવત દ્વારા સામાજીક સગવડ ખાતર ખુલો છોડેલો અને આ કારણે સૌથી વધુ અસંતુલન અને અસામાજીક બનાવો એ જ સંબંધમાં બહાર આવ્યા. જો નાની સાળીને નાની બહેન કે મોટી સાળીને મોટી બહેનની જેમ માનવાનું કહેવામાં આવ્યું હોત તો ? સ્પષ્ટ છે, આ સંબંધ ઘણો વધારે સ્થિર હોત. આમ, મનુ:સ્મૃતિના એ નિયમો અને ભાવનાઓ આપણા અર્ધ-જાગ્રત મનમાં જીવનના આદર્શો તરીકે જો ઠસાવી દેવામાં આવી તો તેના પાછળનો ઉદ્દેશ્ય પણ મહાન જ હતો. અને એ ઉદ્દેશ્ય હતા, સમગ્ર માનવ સમાજને સતત સ્થિર રાખી શારીરિક આકર્ષણથી ઉપર એવા તેના મુખ્ય ધ્યેય મોક્ષ તરફ તેને અગ્રેસર કરવો.
પરંતુ આજે આપણે આધુનિક થઇ ગયા છીએ અને પ્રાચીનતાને ઉથલાવી નાખવી એને જ આધુનિકતાની સંજ્ઞાા આપી ચૂક્યા છીએ. આજે સંબંધોની પવિત્રતાનો ઉપહાસ કરીને વિકૃત આનંદ મેળવાય છે. જે સંબંધોને માતા સાથે સરખાવવામાં આવ્યા હતા તે સંબંધોના નામે પોર્ન સાઇટો ખુલી છે. મોટા શહેરોમાં હાઇ-ફાઇ સોસાયટીના ચાલીસીએ પહોંચેલા યુગલો હોટલોમાં ભેગા મળે છે અને એકબીજાની પત્નીઓ સાથે એન્જોય કરે છે. આવા મા-બાપની શાળામાં ભણતી છોકરીઓ પ્રેગ્નન્ટ થાય છે અને એમની જાણ બહાર ગર્ભપાતની ગોળીઓ ખાઇ લે છે. આપણા જ સંતાનો જે કોલેજોમાં ભણે છે ત્યાંનું સમાજજીવન જોવામાં આવે તો ભારત દેશમાં છો એ વાત ભૂલી જવી પડે, પછી વૈદિક સંસ્કૃતિનો તો વિચાર જ ક્યાંથી આવે ? જાતિપ્રથાના માતા-પિતાના વળગણને સમજી ગયેલા છોકરા-છોકરીઓ કોલેજોમાં આવી ફિલોસોફીને જન્મ આપી ચૂક્યા છે કે કોલેજ પત્યા પછી તો પપ્પા કહે ત્યાં લગ્ન કરવાના જ છે તો અત્યારે કોઇપણ જાતના કમિટમેન્ટ વગર મજા કેમ ના કરવી ? કોલેજમાં 'ટેમ્પરરી સેટીંગ' નામનો એક સામાજીક વ્યવહાર શરૃ થયો છે જેમાં છોકરા-છોકરી એકબીજાને વિશ્વાસ અપાવે છે કે કોલેજમાં ચાહે ગમે તે કરીએ પણ કોલેજ પતે એટલે લગ્નની વાત ન કરવી. ઉંચા સંસ્કારોની વાતો કરતા ઇજ્જતદાર લોકોની છોકરીઓ રાત્રે તેમના હોસ્ટેલના રૃમમાં મિસિંગ હોય છે. આપણી આજની કોલેજોમાં કોઈ પ્રાચીન ઋષિને અઠવાડિયું રહેવા મોકલો તો એમ જ કહે કે આ તો એ જ શરૃઆતનો માનવ સમાજ છે જે પ્રાણીઓ જેવા જાતિય સંબંધો ધરાવતો હતો.
આધુનિકતા પ્રાચીન સભ્યોને ઉથલાવી નાખવામાં નહીં, એને નવા શબ્દો અને નવા દ્રષ્ટિકોણ સાથે નવા સમાજમાં પુન:સ્થાપિત કરવામાં છે. આથી, જો આજના સમાજનો આ ભટકાવ સેક્સના આકર્ષણના લીધે જ છે તો આ સમાજ નષ્ટતા તરફ લઇ જતા સેક્સના આ અનંત મૃગજળને પહેલા જાણી લે. આપણી દરેક નવી પેઢી સેક્સના એ અનંત મૃગજળ તરફ સરકી રહી છે. શરીરથી પ્રિયપાત્રને મેળવવાની કોઈપણ કોશિશ કુદરત દ્વારા મનુષ્યને કરેલો એક છલાવો છે. શારીરિક આકર્ષણથી ઉપર ઉઠેલો પ્રેમ જ સાચો દિવ્ય પ્રેમ છે અને તે જ દિવ્યતાની ભાવના સાથે આપણા પૂર્વજોએ આપણા સંબંધોની વ્યાખ્યા કરી છે. આમ, મનુ:સ્મૃતિમાં વ્યાખ્યાયિત આપણા સંબંધો એ જ કાર્ય કરે છે જે સંગીત કરે છે. અને તે છે માનવજાતિને દેહાભ્યાસથી ઉપર ઉઠાવવી. આથી જરૃર છે કે આપણે આપણા દરેક સંબંધનું મહત્ત્વ સમજીએ અને તે સંબંધો દ્વારા પ્રેમની સાચી દિવ્યતાને આપણામાં ધારણ કરી માનવતાને તેની સાચી ઉંચાઇએ પ્રસ્તુત કરીએ. આખરે, પ્રાણીઓમાંથી મનુષ્ય બન્યાના બે લાખ વર્ષ પછી આટલું તો હવે આપણે કરવું જોઇએ.
You may be draining your emotional centre without even realising it. Here's a look at an internal conservation plan
Stress, a poor diet, or a hormone imbalance, are known factors that play havoc with your mood. But there are subtle contributors that can cause a deeper type of tiredness. It's call emotional fatigue. Here are actions that you need to consciously avoid.
Avoiding the voice within
It's unfortunate that the world at large trains us to listen to our logical minds, not our intuitive hearts. We say unfortunate because it is the heart that tells you which direction to go in order to live your life to its full potential. So, don't quieten that voice within you. Listen to it, and make an effort to gauge what it is trying to tell you.
Functioning in a fear mode
Clinging to people or situations because you have a fear of being alone, or feeling left out, is stressful. It causes us to accept relationships with people who do not lift us up to a higher place. Being alone can sometimes be quite meaningful. You learn to intentionally fill that space with things that truly matter and people that revitalise you.
Zero clarity
Without clarity, life is draining. Period.Situations may be stressful, but if you're not sure why, then you can't change them.Without clarity on what you need and what you stand for, it's easy to fall into a pattern where you feel pushed, pulled back and stuck. When you figure out the truth, it's easier to make right choices.
Being non-confrontational
Trying to always maintain harmony is a great quality to have, but if this means you are pushing your feelings within and internalising them, what you are doing is storing all the negative energy and emotions such as fear, anger within you. Always speak up.
You refuse to take action
Do you often find yourself play out possible negative outcomes in your mind until you feel awful about it? This is a way to feel powerless. What you are doing is using a great deal of energy, but not actually moving forward emotionally or physically. To break out of that pattern, take action. Often we are scared that we won't make the right decision, so we do nothing. Snap out of that mode. Stop ruminating, take action.
Haven't resolved old issues
Often we judge our own pain and believe we are not entitled to it, because the event occurred a long time ago, or it wasn't that bad compared to what's happened to other people. That is a wrong thing to do. Pain doesn't work like that. You can't talk yourself out of it. Pain resides on a deeper level, and it must be treated with compassion in order to heal. For starters, you can clear the emotional space by feeling gratitude for what happened and looking at the positives.
You have not set boundaries
Boundaries are the walls, which protect our energy. When you don't define them, other people do that for you. As a result, things continually happen to us that feel draining. Tell people what you don't like and what you actually want, instead.
પ્રાણ જ ચેતન અને જડ જગતની સર્વોપરિ શક્તિ છે એ જ જીવનનો મુખ્ય આધાર છે. એ આદિ અને અનંત છે. જગત એનાથી જ જન્મે છે અને અંતે એનામાં જ લય પામે છે
'બ્રહ્મોપનિષદ'માં કહેવામાં આવ્યું છે -
''પ્રાણો ભવેત્ પરં બ્રહ્મ જગત્કારણમવ્યયમ્ । પ્રાણો ભવેત્ યથામંત્ર જ્ઞાાનકોશ ગતો।પિવા ।।
પ્રાણ જ જગતનું કારણ અને પરમ બ્રહ્મ છે. મંત્ર જ્ઞાાન અને પંચકોષ પ્રાણ પર આધારિત છે.''
અથર્વવેદમાં પણ કહેવામાં આવ્યું છે -
''પ્રાણાય નમો યસ્ય સર્વમિદં વશે । યો ભૂતઃ સર્વસ્યેશ્વરો યસ્મિન્ત સર્વ પ્રતિષ્ઠિતમ્ ।।
એ પ્રાણને નમસ્કાર છે જેના વશમાં આખું જગત છે, જે સ્વયંભૂ છે, બધાનો ઈશ્વર છે અને જેની અંદર બધું જ પ્રતિષ્ઠિત છે.''
પ્રાણ જ ચેતન અને જડ જગતની સર્વોપરિ શક્તિ છે એ જ જીવનનો મુખ્ય આધાર છે. એ આદિ અને અનંત છે. જગત એનાથી જ જન્મે છે અને અંતે એનામાં જ લય પામે છે.
કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે - 'યદિદં કિંચજગત્સર્વમ્ પ્રાણ એવેતિ નિઃસૃતમ્ - આ જગતમાં જે કંઈ છે તે બધું જ પ્રાણોના કંપનથી જ ઉદ્ભવેલું છે.'
પ્રાણ સૃષ્ટિનું આદિમ અને અંતિમ તત્ત્વ છે. અર્વાચીન ભૌતિક વિજ્ઞાાનીઓ દર્શાવે છે કે પરમાણુમાંથી છૂટા પડેલા કણો ઉપપારમાણ્વિક કણો કહેવાય છે. આ ઉપપારમાણ્વિક કણોમાંથી જે ફોટોન, ટાકિયોન જેવા ઊર્જા તરંગો નીકળે છે તે પ્રાણશક્તિનું જ ઘનીભૂત સ્વરૃપ છે. એટલે સજીવ-નિર્જીવ બધાનું મૂળ કારણ મન અને પ્રાણ જ છે એ ઉપનિષદોમાં કહેવાયેલી બાબત વૈજ્ઞાાનિક તથ્ય જ છે. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી વિભુ સત્તા આ પ્રાણ જ છે. એને જ ચેતના કહેવામાં આવે છે, જેનામાં આ પ્રાણ પ્રકટ અને વ્યક્ત હોય છે જે પ્રાણને ધારણ કરે છે તે 'પ્રાણી.' પ્રાણ તત્ત્વ નીકળી જવાથી પ્રાણી મૃત અને જડ બની જાય છે. તૈત્તિરીય ઉપનિષદમાં કહેવાયું જ છે - 'પ્રાણો હિ ભૂતાનામાયુ ઃ તસ્માત્સર્વાયુષમુચ્યતે - પ્રાણ જ પ્રાણીઓનું આયુષ્ય છે એટલે એને 'સર્વાયુષ' કહેવામાં આવે છે.'
વિજ્ઞાાન જગતમાં હમણાં મેગ્નેટોબાયોલોજીને લગતા ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. સોવિયેત યુનિયનના અગ્રગણ્ય વિજ્ઞાાની ડૉ. યુરી ખોલોડેવે આ દિશામાં ઘણું સંશોધન કર્યું છે. જીવવિજ્ઞાાની ડૉ. ખોલોડેવે એક પ્રયોગ દરમિયાન ઉંદરો અને ખાસ પ્રકારના છોડવાઓને ન્યૂન ચુંબકીય ક્ષેત્રવાળા ભૂ-ભાગમાં થોડા દિવસો સુધી રાખ્યા તો એમની ચયાપચય ક્રિયાઓ અને એમિનો એસિડ પ્રક્રિયાઓમાં વ્યવધાન પડતો હતો એવું સ્પષ્ટ જોયું. અનેકમાં ટયુમર વિકસિત થવા લાગી હતી. પરંતુ એનો સર્વાધિક પ્રભાવ તંત્રિકા તંત્ર પર પડતો જોવામાં આવ્યો. પરીક્ષણ દરમિયાન એ જોવા મળ્યું કે ન્યૂન ચુંબકીયતાથી સ્મૃતિ, ધારણા શક્તિ અને મન પણ થોડેઘણે અંશે પ્રભાવિત થાય જ છે. એને કારણે સ્મૃતિ અને એકાગ્રતાનો હ્રાસ થાય છે જ્યારે ઉત્તેજનાને બળ મળે છે.
અધ્યાત્મ વિજ્ઞાાન જીવનશક્તિ, મનોબળ અને આત્મબળની વાત કરે છે તે પણ આ જ બાબત છે. એકવાર રાજા દિવોદાસના પુત્ર પ્રતર્દન ઈન્દ્ર પાસે ગયા અને એમની કૃપા મેળવવાનો પ્રયત્ન કર્યો. એનાથી પ્રસન્ન થઈને ઈન્દ્રે તેમને કહ્યું હતું - 'હું તમને લોકકલ્યાણ કરનારી પ્રાણ વિદ્યા શીખવીશ.' એ પછી ઈન્દ્રએ પ્રતર્દનને પ્રાણતત્ત્વની સમજૂતી આપી હતી -પ્રાણ જ બ્રહ્મ છે. સાધના દ્વારા યોગી - ઋષિ-મુનિ પોતાના આત્મામાં પ્રાણ શક્તિ પ્રવૃદ્ધ કરી લોકકલ્યાણનું કાર્ય કરે છે. કૌષીતકિ બ્રાહ્મણોપનિષદના બીજા અધ્યાયમાં ભગવાન ઈન્દ્રએ પ્રતર્દનને આ વિદ્યાની વિશદ સમજ આપી છે તેનું નિરૃપણ છે. તેમાં કહ્યું છે - 'મન જ્યારે વિચાર કરે છે ત્યારે અન્ય બધા પ્રાણ એના સહયોગી થઈ વિચારમગ્ન થાય છે. નેત્ર કોઈ વસ્તુને જુએ છે તો અન્ય પ્રાણ એનું અનુસરણ કરે છે. વાણી જ્યારે કશું કહે છે ત્યારે અન્ય પ્રાણ એના સહાયક થાય છે. મુખ્ય મહાપ્રાણના કાર્યમાં અન્ય પ્રાણોનો પૂર્ણ સહયોગ હોય છે.''
શરીરના અવયવોના સંચાલન અને ક્રિયાકલાપોમાં મહત્ત્વની ભૂમિકા રક્તની છે. વધારે ઊંડાણથી જોઈએ તો શરીર તંત્રની બધી ગતિવિધિઓનું ઉત્તેજન અને નિયમન એક ખાસ પ્રકારની વિદ્યુત થકી થાય છે જે મસ્તિષ્કમાં ઉત્પન્ન થાય છે અને નાડી તંતુઓ દ્વારા સમગ્ર અવયવોની અંદર-બહાર છવાઈ રહે છે. વિદ્યુતની શરીરમાં એ જ ભૂમિકા હોય છે જે મોટરમાં બેટરી ડાયનેમોની હોય છે. લોહી એ પેટ્રોલ બરાબર છે તો જૈવ વિદ્યુત બેટરી સમાન છે. બન્નેના સંયોગથી જ જીવન ધારણ થઈ શકે. કાયિક વિદ્યુત શરીર અને મસ્તિષ્કના અવયવોને સંભાળે છે. બહારના ક્ષેત્રમાં પોતાના પ્રભાવનો પરિચય આપે છે. આ જ પ્રાણ છે. તે બ્રહ્માંડ વ્યાપી મહાપ્રાણનો એક અંશ છે જે મનુષ્યના શરીરમાં કામ કરે છે. આ પ્રાણશક્તિ જુદા જુદા સંજોગોમાં વધે અને ઘટે છે. ધ્યાન અને યોગ એને વધારવાનું કામ કરે છે. ઋષિ મુનિ પોતાની પ્રાણશક્તિ થકી શિષ્યોની ક્ષમતા વધારતા હતા. મહર્ષિ ધૌમ્યે આરુણિને, ગૌતમે જાબાલિને, ઈન્દ્રએ અર્જુનને, યમરાજે નચિકેતાને અને શુક્રાચાર્યે કચને આ રીતે પ્રાણ ઊર્જાનો શક્તિપાત કરી ઉચ્ચ સ્થિતિએ પહોંચાડયા હતા. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ પર શક્તિપાત કર્યો હતો. સ્વામી વિવેકાનંદે ભગિની નિવેદિતા પર શક્તિપાત કર્યો હતો.
પ્રાણશક્તિ દ્વારા વિચાર - સંપ્રેષણ - ટેલિપથીની સિદ્ધિ પણ મેળવી શકાય છે. મહર્ષિ અરવિંદે આ રીતે જ દૂરગામી સંદેશો મોકલીને પોંડિચેરી આશ્રમના સંચાલિકા શ્રી યજ્ઞાશિખા માઁને પેરિસથી બોલાવ્યાં હતાં અને યોગવિદ્યા અને તત્ત્વજ્ઞાાનમાં નિષ્ણાત કર્યાં હતાં. પ્રવૃદ્ધ પ્રાણશક્તિથી પ્રાપ્ત થયેલ ચૈતસિક શક્તિથી લક્ષ્મણ પોતાની દરરોજની સ્થિતિના સમાચાર પોતાની પત્ની ઊર્મિલાને પહોંચાડતા હતા. ઊર્મિલા એ સંદેશાઓનાં ચિત્રો દોરી રઘુકુળના પરિવારોમાં પ્રસારિત કરી દેતી હતી. આમ સંદેશાવ્યવહારના કોઈ સાધન વગર બધાને રામવનવાસની દરબરોજની બધી સ્થિતિની જાણકારી થઈ જતી હતી.
પ્રાણશક્તિના ઉપયોગથી કરવામાં આવતી ચિકિત્સાને પ્રાણચિકિત્સા કહેવામાં આવે છે. સંત ઓગસ્ટાઈન, સંત એમ્બ્રોજ અને સંત માર્ટિને પ્રાર્થના, હસ્તસ્પર્શ પ્રક્રિયાથી અનેક રોગનિવારણ કર્યા હતા એમાં પ્રાણ-ચિકિત્સાનો જ ઉપયોગ હતો. સંત ફ્રાંસિસ અને સંત બર્નાર્ડે પણ પ્રાણશક્તિની પ્રવૃદ્ધ દૈવી અવસ્થામાં સ્થિત થઈ હસ્તસ્પર્શ દ્વારા રોગીઓના શરીરમાં પ્રાણ ઊર્જા પ્રવિષ્ટ કરી એમને રોગમુક્ત કર્યા હતા. આ પરંપરામાં સંત કેથેરાઈન, સંત ફ્રાન્સિસ ઝેવિયર, અને જોર્જ ફોક્સે પણ દૈવી ચિકિત્સાથી અનેકને રોગમુક્ત કર્યાના પ્રસંગો ઈતિહાસનાં પૃષ્ઠો પર આલેખાયેલા છે. હંગેરીનો ઓસ્કાર એસ્ટેબની, બ્રિટનનો હેરી એડવર્ડસ, સોવિયેટ રશિયાની જુના ડેવિટાસવિલી, અમેરિકાના ભૂતપૂર્વ બેપ્ટિસ્ટ મિનિસ્ટર અને ઉપદેશક વિલાર્ડ ફુલર જેવા અનેક સિદ્ધહસ્ત દૈવી ચિકિત્સકો એમની પ્રવૃદ્ધ થયેલી ઉત્કૃષ્ટ પ્રાણશક્તિથી જ સેંકડો લોકોના રોગનિવારણ કરી ચૂક્યા છે.
પ્રોજેક્ટર -ડૉ. કૌશિક ચૌધરી
સેક્સ- એક અનંત મૃગજળ, ભક્તિ- એક અનંત સેક્સ વિષ્ણુનું સ્ટેજ
સની લીયોનીને બાળપણમાં ભજન- કીર્તનમાં રસ હતો, પણ મોટી થઈને તે દુનિયાભરમાં એક સિમ્બોલ બની જે મહાત્મા ગાંધીએ ૧૬ વર્ષની ઉંમરે પત્ની સાથે સેક્સ માણવા પિતાને મરણ પથારીએ છોડી દીધેલા તે આગળ જઈને દુનિયાભરમાં આધ્યાત્મિક સિમ્બોલ બન્યા હતા.
ગયા અંકમાં આપણે જોયું કે, મનુષ્ય એ વિષ્ણુનું સ્ટેજ બ્રહ્માંડ છે અને વિષ્ણુના સ્ટેજના સાત પરિમાણો માનવ શરીરમાં સાત ચક્રો સાથે જોડાયેલા છે. હવે જે વાત ગયા અંકમાં બાકી રહી ગયેલી એ તે કે વિષ્ણુ સ્ટેજના બ્રહ્માંડમાં સાતેય પરિમાણો બે વિભાગમાં વહેંચાયેલા હતા પરંતુ, જીવનની ઉત્ક્રાંતિ મનુષ્ય સુધી પહોંચી ત્યાં સુધીમાં જીવન સ્ત્રી અને પુરુષ એમ બે શરીરોમાં વહેંચાઈ ગયેલું. આમ, વિષ્ણુના સ્ટેજના બે વિભાગોમાંથી માનવ શરીરમાં એક જ વિભાગ અભિવ્યક્ત થયો અને સામેનો બીજો વિભાગ તે શરીરમાં કામ કરતા અર્ધજાગ્રત મનની શક્તિમાં વિખેરાઈ ગયો. જો વિષ્ણુ સ્ટેજના ચિત્રમાં બતાવેલા વિભાગોમાં ડાબી બાજુનો અર્ધો વિભાગ અભિવ્યક્ત થાય તો સ્ત્રીનું શરીર બને કારણ કે તેનું પહેલું પરિમાણ અંતર્ગામી છે જે સ્ત્રીની યોનિ રૃપે અભિવ્યક્ત થાય છે. તેનું ચોથુ પરિમાણ બહીર્ગામી છે જે સ્ત્રીના સ્તન તરીકે અને પાંચમુ ચક્ર અંતર્ગામી હોઈ સ્ત્રીના તીણા અવાજ સ્વરૃપે અભિવ્યક્ત થાય છે. આ સંબંધમાં ચિત્રમાંનો જમણો વિભાગ સ્ત્રી શરીરના અર્ધજાગ્રત મનની શક્તિ તરીકે કામ કરે છે. આ રીતે ચિત્રમાંનો જમણી બાજુનો વિભાગ અભિવ્યક્ત થાય તો પુરુષનું શરીર બને છે અને ડાબી બાજુની વિભાગ પુરુષના અર્ધજાગ્રત મનની શક્તિ તરીકે કાર્ય કરે છે. આ પુરુષ શરીરમાં પહેલું પરિમાણ બહિર્ગામી હોઈ શિશ્નરુપે અભિવ્યક્ત થાય છે તથા ચોથુ ચક્ર અંતર્ગામી હોઈ પુરુષમાં સ્તન અલ્પ વિકસીત રહે છે. પાંચમા ચક્રની બહીર્ગામી પ્રકૃતિ પુરુષના ઘેેેરા અવાજ અને દાઢી- મૂછો માટે જવાબદાર હોય છે. આમ, સ્ત્રીનો અભિવ્યક્ત વિભાગ એ પુરુષના શરીરનો બિનઅભિવ્યક્ત વિભાગ છે અને પુરુષનો અભિવ્યક્ત વિભાગ સ્ત્રીના શરીરનો બિનઅભિવ્યક્ત વિભાગ છે. આમ, સ્ત્રી અને પુરુષના સાતેય ચક્રોની પ્રકૃતિ એકબીજાથી વિરુદ્ધ હોય છે જે વિષ્ણુના સ્ટેજના વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા વિભાગોના કારણે છે.
આ કારણે જ્યારે સ્ત્રી અને પુરુષ એકબીજાની સામે આવે છે ત્યારે તેમના સાતેય ચક્રોની વિરુદ્ધ પ્રકૃતિ એકબીજાથી આકર્ષાય છે. પરંતુ જે સૌથી મોટું રહસ્ય છે તે એ કે અસલમાં સ્ત્રી અને પુરુષ એકબીજાથી નથી આકર્ષાતા. તેઓ પોતાના જ શરીરના પેલા બિનઅભિવ્યક્ત વિભાગથી આકર્ષાય છે. હા, જ્યારે કોઈ સ્ત્રી પુરુષની સામે આવે છે ત્યારે તે સ્ત્રીના ચક્રોમાંથી નીકળતા તરંગોમાં પુરુષોના બિન અભિવ્યક્ત વિભાગોને સક્રિય કરી દે છે. કારણ કે સ્ત્રીના ચક્રોમાંથી નીકળતા તરંગો પુરુષના બિન અભિવ્યક્ત વિભાગોને સક્રિય કરી દે છે. કારણ કે સ્ત્રના ચક્રો એ પુરુષનો બિનઅભિવ્યક્ત વભાગ છે. આમ, પુરુષ શરીરમાં સક્રિય બનેલો એ બિનઅભિવ્યક્ત વિભાગ જ પુરુષના અભિવ્યક્ત વિભાગને એકબીજામાં ભળી તટસ્થ ઊર્જા બનવા આકર્ષે છેય આમ, સેક્સની આખી ક્રિયા પુરુષના જ શરીરમાં આ બે વિભાગો વચ્ચે થાય છે. આ જ રીતે સ્ત્રીના શરીરમાં પણ સેક્સની ક્રિયા તેના જ બે વિભાગો વચ્ચે થાય છે. આ જ કારણ છે કે એકાંતમાં પણ જ્યારે પુરુષ કોઈ સ્ત્રી કે સ્ત્રી પુરુષ વચ્ચે વિચારે છે ત્યારે તે વિચારમાત્રથી તેનો બિનઅભિવ્યક્ત વિભાગ સક્રિય થઈ જાય છે અને જનનેન્દ્રિયને ઉત્તેજન આપતા જ શરીરના બે વિભાગોની વિરુદ્ધ પ્રકૃતિઓનું મિલન શરુ થઈ જાય છે જેને આપણે હસ્તમૈથુન કહીએ છીએ. આ જ રીતે જ્યારે સ્ત્રી અને પુરુષ પરસ્પર સેક્સની ક્રિયા કરે ત્યારે સેક્સની ક્રિયા તે બંને શરીરોમાં સ્વતંત્ર રીતે જ થાય છે. શરીરો તો માત્ર જનીન અંગોનેે ઘસીને ઉત્તેજના આપવા માટેની એક સપાટી જ પૂરી પાડે છે. આમ જો આપણે સેક્સને બે આત્માઓનું મિલન ગણતા હોઈએ તો અસલમાં સેક્સ માટે વિરોધી લીંગના શરીરની કોઈ જરૃર નથી. ઉપરથી શરીર તો સેક્સની ક્રિયામાં એક અવરોધ છે અને એ કેવી રીતે સેક્સને અવરોધે છે તે જ સેક્સ વિશેનું બીજું સૌથી મોટું રહસ્ય છે.
પુરુષ અને સ્ત્રી જ્યારે એકબીજાથી આ સાત પરીમાણોમાં આકર્ષાય છે ત્યારે તેમને વિરોધી પ્રકૃતિઓનું મિલન કરી એક તટસ્થ ઊર્જા બની જવાનું મન થાય છે પરંતુ તેઓ આમ કરવા જાય છે ત્યારે તેમનું મિલન તો શરીરોની મારફતે જ શક્ય બને છે અને અહીં શરુ થાય છે સેક્સની સૌથી મોટી મર્યાદા. પુરુષ અને સ્ત્રીને થઈ રહેલું આકર્ષણ સાત પરીમાણોમાં છે જ્યારે તેમના મિલનનું એકમાત્ર સાધન એવું તેમનું શરીર ત્રણ પરીમાણોમાં છે. આથી સેક્સની ક્રિયા દરમિયાન તેમને એવો અહેસાસ થાય છે કે જાણે તેમનું શરીર તેમને તેમના પ્રિય પાત્રથી મળતા રોકી રહ્યું ચે. તેઓ ઘણી કોશિષ કરે છે તે શરીરનો અવરોધ હટાવીને સામે વાળી વ્યક્તિના સાથે સાતેય પરીમાણોમાં એક થઈ જવાની પરંતુ તેઓ શરીરના એ ત્રણ પરિમાણોથી આગળ નથી જઈ શકતા અને અંતે પોતાના જનનેન્દ્રિય અંગોને ઘસીને ચરમસીમાનો અનુભવ કરી લઈ શાંત થવા માગે છે. આવું જ્યારે વારંવાર બને છે ત્યારે મનુષ્ય તેના પ્રિય પાત્રથી છેતરાયો હોવાનું અનુભવે છે. સેક્સના આ સત્યની જાણ ન હોવાથી ઘણીવાર પુરુષો કે સ્ત્રીઓ લગ્નેત્તર સંબંધો તરફ વળે છે. કદાચ બીજી વ્યક્તિ સાથેના સેક્સમાં તેમને સંતૃપ્તતા મળશે પરંતુ આવો કોઈ પુરુષ દુનિયાની સુંદરમાં સુંદર હીરોઈન સાથે પણ સેક્સ માણવા જાય છે ત્યારે તેની મુલાકાત ફરીથી એ જ ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી બનેલા ચામડાથી થાય છે અને તે ચામડાને અથડાઈને અતૃપ્ત જ પાછો ફરે છે. આમ, સેક્સ એ પૃથ્વી પરનું ક્યારેય ખતમ ન થવાવાળું મૃગજળ છે જે તમને સતત મિલન માટે લલચાવે છે પરંતુ ક્યારેય તે સંપૂર્ણ મિલનને પૂરું પાડતું નથી. તે આવા ક્યારેય સમાપ્ત ન થવાવાળા મિલન પાછળ દોડાવી દોડાવીને મનુષ્યને અંતે ખતમ કરી દે છે.
તો પછી સ્ત્રી અને પુરુષના સંપૂર્ણ મિલનનો રસ્તો કયો ? જવાબ છે સંગીત. સંગીત ભક્તિનું સાધન છે. સંગીતના સાત સૂરો શરીરના સાત ચક્રો સાથે જોડાયેલા છે. સ્વરોની વિવિધ ગોઠવણથી નીકળતું સંગીત વિવિધ ચક્રોને ઉત્તેજિત કરવાનું કાર્ય કરે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પાયો એના ઉપર જ ટકેલો છે. શાસ્ત્રીય સંગીત આધ્યાત્મની સાધના સાથે સંકળાયેલું હોવાથી બે ભ્રમરોની વચ્ચે આવેલા છઠ્ઠા ચક્રને જાગૃત કરવાનું લક્ષ્ય ધરાવે છે. જ્યારે પશ્ચિમી સંગીત મોટે ભાગે આવેગ અને કામુકતાને ઉત્તેજીત કરતા પ્રથમ ચક્રને જાગૃત કરે છે. ક્રિષ્નના રાધા સાથેના દિવ્ય પ્રેમનો અર્થ જે લોકો ન સમજ્યા હોય તે આજે સમજી લે તેમનો પ્રેમ એટલે દિવ્ય હતો કે તેમનું મિલન શરીર અને ઇન્દ્રિયોથી થતું અધૂરું મિલન નહોતું તેમનું મિલન સાતેય પરિમાણોમાં થતું અને તે મિલન માટેનું સાધન હતો ક્રિષ્નની મુરલીમાંથી નીકળતા મધુર સ્વરો જે બંનેના ચક્રોને એક પછી એક ઉત્તેજીત કરી અને સાતમા ચક્રમાં તેમનું સંપૂર્ણ મિલન કરાવતા. આ કારણે રાધા અને ક્રિષ્ન વચ્ચેનો ભેદ ભૂલાઈ જતો. કારણ કે સ્ત્રી અને પુરુષના બંને વિભાગોના સંપૂર્ણ મિલનથી જ મનુષ્ય તટસ્થ પિંડ સ્વરૃપમાં રૃપાંતરિત થઈ શકે છે અને એ જ મોક્ષ છે. રાધાકૃષ્ણનો આ દિવ્ય પ્રેમ જ ભક્તિ છે અને આવી ભક્તિ દ્વારા મોક્ષ મેળવવા જ પતિ- પત્ની વચ્ચેનો લગ્ન સંબંધ અમલમાં મૂકાયો હતો. આ કારણે જ રુક્મણિ અને ક્રિષ્નના સ્થાને રાધા-ક્રિષ્નની મૂર્તિઓને એક આદર્શ તરીકે મંદિરોમાં સ્થાપવામાં આવી હતી. આમ, ભક્તિમાં થતું મિલન કે ભક્તિ દ્વારા થતા સેક્સ અનંત છે કારણ કે તેમાં શરીરનો અવરોધ નથી ભક્તિ જ મોક્ષનું સાધન છે.
આમ, વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા બે વિભાગો આપણા બધાના શરીરમાં છે અને સંસારમાં સ્ત્રી અને પુરુષો પણ ચારેય બાજુ છે. આથી તટસ્થ ઊર્જાનો એક પિંડ બની જવાની બ્રહ્માંડની નૈસર્ગિક ઇચ્છાના કારણે સ્ત્રી પુરુષનું પરસ્પર મિલન માટનું આકર્ષણ તો રહેવાનું જ. પરંતુ સવાલ એ છે કે તે મિલન આપણે ક્યા માર્ગથી કરીએ છીએ ? શરીરથી જ જે વારંવાર મિલન કરવા જાય છે તે સની લીઓનીના માર્ગે સરકી જાય છે અને જે સંગીત દ્વારા ભક્તિના માર્ગને પકડે છે તે સીધો ગાંધી તરફ જાય છે. એક નિરંતન અસંતૃપ્તા. બાકી જગત નિર્દોષ છે. જે આજે સની લીઓની છે તે ક્યારેક ગાંધી બનશે જ. કારણ કે જે આજે ગાંધી બન્યા છે તે પણ ક્યારેક સની લીઓની હતા.
સાંપ્રત સમય અજંપા ભરેલી પરિસ્થિતિમાં વીતે છે... ત્યારે સ્વામી વિવેકાનંદનાં પત્રોનું પુસ્તક હાથમાં આવ્યું છે. હાથમાં લેતાં જ કેટલા બધા અવતરણો આજે પણ સાર્થક અને સૂચક લાગે તેવા અર્થસભર અને રસપ્રદ છે... સ્વામી વિવેકાનંદે લખેલા આ પત્રો વિવેક અને આનંદનાં નક્ષત્રો છે. ઉંમરનાં કોઈપણ તબક્કે વિવેકાનંદના શબ્દોમાંથી જીવન જીવવાનો પ્રાણવાયુ મળી શકે તેમ છે. હવે તેમનાં શબ્દો બોલશે...
હું માત્ર એમનાં પત્રોમાંથી ચૂંટેલા વાક્યોને તમારી સમક્ષ મુકું છું. એક પછી એક પછી પત્રોમાં ઠલવાતા આ ચોટદાર વાક્યોમાં માનવજાત પ્રત્યે મૂકેલાં નિસ્વાર્થ અને ઊંડા સ્નેહનું સાયુજ્ય છે...
ગણતરીમાં પડયા વગર વાક્યોની ગહનતામાં ઊતરશો તો વિવેકાનંદ ગમશે... ''દરેક વ્યક્તિને, દરેક પ્રજાને મહાન બનાવવા માટે ત્રણ બાબતો આવશ્યક છે. (૧) શુભની શક્તિ વિશેની સંપૂર્ણ ખાતરી (૨) ઈર્ષા કે આશંકાનો અભાવ (૩) જે લોકો સારા થવા કે સારું કરવા પ્રયત્ન કરતાં હોય તેમને મદદ કરવી, આત્મામાં નથી લિંગ, નથી વર્ણ કે નથી અપૂર્ણતા, આપણે માનીએ છીએ દરેક વ્યક્તિ દિવ્ય છે, ઈશ્વર છે દરેક આત્મા અજ્ઞાાનનાં વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો છે. આત્મા-આત્મા વચ્ચેનો ભેદ આ વાદળોનાં થરોની ઘનતાને લીધે છે. આપણે માનીએ છીએ, સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ બધાં ધર્મોનો પાયો આ છે... અને ભૌતિક, બૌધ્ધિક કે આધ્યાત્મિક ભૂમિકામાં થયેલી માનવ પ્રગતિનાં સમગ્ર ઈતિહાસનો અર્થ આ છે - ભિન્ન ભિન્ન ભૂમિકામાં એક જ આત્મા પ્રગટ થાય છે.''
દુર્ગુણ અને સદ્ગુણને સમજાવતાં સ્વામી વિવેકાનંદ કહે છે, ''જે કંઈ ઉન્નતિને રુંધે છે કે અધોગતિ લાવે છે તે જ દુર્ગુણ છે. જે કંઈ ઊંચે ચડવામાં અને બીજા સાથે સૂમેળ સાધવામાં મદદરૃપ થાય છે તે જ સદ્ગુણ છે.'' કેળવણી વિશે વાત કરતાં કહે છે, ''કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ...'' ધર્મ વિશે સચોટ અને સૂચક વાત એક જ વાક્યમાં સમજાવે છે, ''ધર્મ એટલે પૂર્વથી જ માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ...'' ૧૮૮૯ થી ૧૯૦૨ સુધી લખાયેલા આ પત્રોમાં દ્રઢનિશ્ચય છે. જીવનનો હકારાત્મક અભિગમ છે. એટલે જ શિકાગોથી એક પત્રમાં સ્વામીજી લખે છે, 'ઈશ્વરમાં કેટલાં ગુણ છે, કેટલી શક્તિ છે? - ભલું કરવાની સુધ્ધા, તે જાણવાની કોને પડી છે...! આપણે તો છેવટનું કહી દઈએ. અમે વધુ સમૃધ્ધિ માટે ઈશ્વરને ચાહતા નથી. અમે અમારો પ્રેમ વેચતા નથી, અમે કાંઈ પણ માંગતા નથી, ફક્ત આપીએ છીએ.' ઈશ્વરની અકળ લીલાને પામી ગયેલાં સંયમી વિશે તેઓ લખે છે, 'જ્યારે જગત જાગે છે ત્યારે સંયમી ઊંઘે છે... જ્યારે જગત ઊંઘે છે ત્યારે તે જાગે છે...'
ન્યૂયોર્કમાં એક અધિવેશનમાં આયોજક મહિલાનાં આમંત્રણથી તેઓ ન્યૂયોર્ક પહોંચે છે. અલગ અલગ સંપ્રદાયનાં લોકો તેમને મળે છે. વિશ્વધર્મ પરિષદ પછીની આ વાત છે. જે તંબૂ બાંધવામાં આવ્યો હતો એ તંબૂ વાવાઝોડાને કારણે કેવી પરિસ્થિતિમાં મૂકાય છે તેનું નિરુપણ સ્વામીએ પત્રમાં હાસ્ય દ્વારા માર્મિક રીતે આલેખ્યું છે. એમનાં જ શબ્દોમાં, ''ગઈકાલે ભયંકર વાવાઝોડું ફૂંકાયેલું. તેણે તંબૂઓની સારી 'સારવાર' કરી..! જે મોટા તંબૂમાં વ્યાખ્યાનો ગોઠવ્યા હતા તે આ સારવારથી એટલો બધો આધ્યાત્મિક બની ગયો કે પવિત્ર માનવદ્રષ્ટિથી તે સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયો! અને લગભગ ૨૦૦ ખુરશીઓ તો ભાવસમાધિમાં આમતેમ નૃત્ય કરવા લાગી હતી!'' સ્વામીજીમાં એટલે કે સંન્યાસીમાં રહેલો એક રમૂજી છતાંયે વાસ્તવવાદી આ વાક્યોમાં પ્રગટ થાય છે. એમણે જ કહ્યું છે, 'દરેક કાર્યમાં એક પક્ષનાં લોકો તાળીઓ પાડશે અને બીજા પક્ષનાં છિદ્રો શોધશે. તમારું કાર્ય કર્યે જાવ, આપણે બધાંની સાથે ભળવું જોઈએ. કોઈને આપણાથી જુદાં ન પાડવાં. તમામ આસુરી શક્તિ સામે પૂરેપૂરી દૈવિશક્તિ મૂકવી.'
દુઃખી થનારાં માટે, રોગ અને ભયથી પીડાતાં આપ્તજનો માટે એમણે મા ભગવતી ઉપર ઊંડી શ્રદ્ધા મૂકીને કેવો સંદેશો આપ્યો છે... ''સર્વશક્તિમાન ભગવતી માનો હું પુત્ર છું. મને કદી રોગ કે ભય કે ઉણપ શા માટે હોય? નિષેધાત્મક વૃત્તિને તો મરકી માનીને કચડી નાંખો એટલે દરેકે દરેક પ્રકારે તમારી સમૃધ્ધિમાં વધારો થશે. નિષેધાત્મક કશું જ નહિ, બધું વિધેયાત્મક જ હોવું જોઈએ. હું 'છું', 'ઈશ્વર' છે, 'બધું મારામાં છે,' સ્વાસ્થ્ય, પવિત્રતા, જ્ઞાાન - હું જે ઈચ્છિશ તે બધું પ્રગટ કરીશ.''
સ્વામી રામકૃષ્ણ પરમહંસના પરમશિષ્ય જ્યારે એમ કહે કે, શેઠ દરેક માણસ બની શકે પણ સેવક બનવું ઘણું મુશ્કેલ છે. ત્યારે ભારતની આ તીર્થભૂમિ ઉપર આપણું માન અને સ્વાભિમાન વધી જાય છે. વિવેકાનંદ આપણા આધ્યાત્મિક અને સામાજીક જીવનની પ્રેમાળ કડી છે. આ કડી કાણું પાડીને નથી જોડતી, પરંતુ દિવાલ વગરનું બારણું ઊઘાડી આપે છે...
ઓન ધ બીટ્સ
''પવિત્ર અને નિઃસ્વાર્થી થવા પ્રયત્ન કરજો. બધો ધર્મ એમાં જ આવી જાય છે.''
- સ્વામી વિવેકાનંદ
પ્રોજેક્ટર - ડૉ. કૌશિક ચૌધરી
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
બ્રહ્માંડની શરૃઆતમાં ઉભી થયેલી ત્રણ વિશિષ્ટ ડિઝાઈનો
જેમને આપણ ઇશ્વરની પદવી આપી ચૂક્યા છીએ તેવા બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો સાચો વૈજ્ઞાાનિક અર્થ જ આપણને તેમની વધુ નજીક લાવી શકશે. તો ચાલો. પ્રોજેક્ટરના આ શો માં એ ભગીરથ કાર્યને શરુ કરીએ.
ચાચાલુ વર્ષે જ ઉપનિષદોના વિજ્ઞાાનને વિશ્વભરમાં આધુનિક ભાષામાં પુનઃઅવતરીત કરવામાં આવ્યું. તે પુસ્તક છે 'ૈંા'જ ર્હા ચ ભિીર્ચૌહ... ૈા'જ ચ ઁર્લિીર્બૌહ ારર્િેયર ઈટૅિીજર્જૈહ'. આ પુસ્તકમાં બ્રહ્માંડ અને માનવજીવનના દરેક ગૂઢ રહસ્યનું સ્પષ્ટ વૈજ્ઞાાનિક સ્પષ્ટિકરણ આપવામાં આવ્યું છે. જેમાંથી આજે આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે ઉભી થયેલી શક્તિની એ ત્રણ વિશિષ્ટ ડિઝાઈનોની વાત કરીશું જેમને આપણે ઇશ્વરની ઉપમા આપી છે અને તે સમજ્યા બાદ જ આવતા અંકમાં સેક્સ અને ભક્તિના ગૂઢ રહસ્યોને પ્રોજેક્ટ કરીશું.
પુસ્તક મુજબ આ સૃષ્ટિ પહેલા શક્તિના એક નાના પિંડ સ્વરૃપે હતી. આ શક્તિને ઉપનિષદોમાં બ્રહ્મ કહેવામાં આવ્યું છે આથી તે પિંડને બ્રહ્મની પિંડ કહે ચે. ત્યારબાદ તેપિંડ વિસ્ફોટરૃપે ફૂટયો અને પિંડની તટસ્થ ઉર્જા પુરુષ શક્તિ અને સ્ત્રી શક્તિ એમ બે વિરુધ્ધ પ્રકૃતિઓમાં છૂટી પડી વિસ્તરવા લાગી. આ વિસ્ફોટકને વિજ્ઞાાન આજે બિગ બેંગ કહે છે. આધુનિક વિજ્ઞાાન બિગ બેંગના વિસ્ફોટ પછી તરત જ વિસ્તરણ શરુ થયું તેને જ બ્રહ્માંડ કહે છે જ્યારે ઉપનિષદોએ તેમાં પણ સૂક્ષ્મ ભેદ રાખ્યો છે. વિસ્ફોટ બાદ શરુઆતમાં શક્તિ પ્રમાણમાં એકત્રિત હતી જે ધીરે ધીરે ખંડિત થતી ગઈ. આ શરુઆતની પ્રમાણમાં એકત્રિત શક્તિએ જે પહેલી ડિઝાઈન રચી તેને ઉપનિષદોમાં શિવ નામ આપવામાં આવ્યું. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે શિવના સ્ટેજમાંપિંડની ઉર્જા બે વિભાગોમાં વહેંચાયેલી હતી. અને આ બંને વિભાગોમાં પુરુષ અને સ્ત્રી એ બંને પ્રકૃતિઓ હતી. પુરુષ પ્રકૃતિ બહારની તરફ જતી બહિર્ગામી અભિવ્યક્તિ ધરાવે છે (શિવ સ્ટેજના ચિત્રમાં ડાબી બાજુ ઉપર અને જમણી બાજુ નીચે). આથી તેને શિવના લીગનું પ્રતિક આપી 'શિવ પ્રકૃતિ' પણ કહેવામાં આવી છે. જ્યારે સ્ત્રી શક્તિ અંદરની તરફ ખેંચાણ ધરાવતી અંતર્ગામી અભિવ્યક્તિ ધરાવે છે. (શિવ સ્ટેજના ચિત્રમાં ડાબી બાજુ નીચે અને જમણી બાજુ ઉપર). આથી તેને સ્ત્રીની યોનીનું પ્રતિક આપી 'શક્તિ પ્રકૃતિ' પણ કહે છે.
આમ, શિવ સ્ટેજના બંને વિભાગોમાં શિવ અને શક્તિ એમ બંને પ્રકૃતિઓ સમાન માત્રામાં સામેલ હતી. આથી જ શિવને 'અર્ધ નારેશ્વર' કહેવામાં આવે છે. શિવ સ્ટેજમાંથી સ્ટેજમાંથી આગળ બ્રહ્મ જ્યારે વિસ્તર્યું ત્યારે તેની શક્તિ એવા બે વિભાગોમાં વહેંચાઈ જે સાત પરીમાણોમાં વહેંચાયેલા હતા. આ સ્ટેજને વિષ્ણુ કહેવામાં આવ્યા. ચિત્રના વિષ્ણુ સ્ટેજમાં બતાવ્યા પ્રમાણે સૌથી નીચેનું પરીણામ પહેલું પરીમાણ છે જે ડાબી બજુના વિભાગમાં અંતર્ગામી અને જમણી બાજુના વિભાગમાં બહિર્ગામી હતું. તેના ઉપરનું બીજું પરીમાણ ડાબી બાજુના વિભાગમાં અંતર્ગામી અને જમણી બાજુના વિભાગમાં બહિર્ગામી હતું. તેના ઉપરનું બીજુ પરીમાણ ડાબી બાજુના વિભાગમાં બહિર્ગામી અને જમણા વિભાગમાં અંતર્ગામી હતું. આમ, બાજુ બાજુના પરીમાણો વિરુધ્ધ પ્રકૃતિ ધરાવતા હતા તથા કોઈ એક પરીમાણના બંને વિભાગો પણ વિરુધ્ધ પ્રકૃતિ ધરાવતા હતા. અને જ્યારે વિષ્ણુથી આગળ બ્રહ્મ વિસ્તર્યું ત્યારે તેની શક્તિ એટલી ખંડિત થઇ ગઈ કે તે ફક્ત ત્રણ જ પરીમાણી બનાવી સકી અને બાકીના પરીમાણો નાના-નાના કણોની શક્તિમાં વિખેરાઈ ગયા. આ ત્રણ પરીમાણો ધરાવતી જે ડિઝાઈન અસ્તિત્ત્વમાં આવી તેને ઉપનિષદોએ બ્રહ્માંડ કીધું, બ્રહ્મનો અંડ. જેની રચના બ્રહ્માએ કરી હતી અને આજે પણ એ તેની સતત રચના કર્યા જ કરે છે.
તો સવાલ એ છે કે આ બ્રહ્મા કોણ છે ? ઉપનિષદોમાં 'બ્રહ્મા' શબ્દ હકીકતમાં શક્તિના એ સ્વરૃપ માટે વાપરવામાં આવ્યો છે જે આ બ્રહ્માંડમાં દળને ઉત્પત્તિ આપે છે અને ઉપનિષદોની મહાનતા સામે અહીં જ આપણને મસ્તક નમાવી દેવાનું મન થાય છે કારણ કે દળને ઉત્પન્ન કરતું શક્તિનું સ્વરૃપ બીજુ કોઈ નહી ૨૦૧૨માં શોધાયેલો અને વિશ્વભરમાં ચર્ચાયેલો 'હિગ્સ બોઝોન' છે. આધુનિક વિજ્ઞાાનમાં પણ કેટલાક વિજ્ઞાાનિકોએ જ્યારે હિગ્સ બોઝોનને 'ગોડ પાર્ટીકલ' કે 'ઇશ્વરીય કણ' કહેલો ત્યારેવિવાદ થયો હતો પરંતુ સત્ય એ છે કે લગભગ આઠ હજાર વર્ષ પહેલા ઉપનિષદોમાં પણ શક્તિના આ સ્વરૃપને 'બ્રહ્મા' નામ સાથેઇશ્વર જ કહેવામાં આવ્યો હતો. આથી જ આજના બ્રહ્માંડને બ્રહ્માનું સ્ટેજ કહેવામાં આવ્યું. જે ત્રણ પરીમાણો બ્રહ્માના સ્ટેજમાં બન્યા એ આપણા અવકાશ અને સમયના પરીમાણો છે અને હિગ્સ બોઝોન કે બ્રહ્મા વડે જે નાના-નાના કણો તેમાં બન્યા તે ઇલેક્ટ્રોન અને પોઝીટ્રોન હતા.
જેને આપણે સદીઓથી 'બ્રહ્મા' કહીએ છીએ એ બીજું કંઇ નહી વિજ્ઞાાને હમણાં જ શોધેલો 'હીગ્ઝ બોઝોન' છે.
હવે બ્રહ્માંડનું ઝડપી વિસ્તરણ શરૃ થઇ ચૂક્યું હતું, પરંતુ બ્રહ્માંડ પોતાના આ વિસ્તરણને રોકીને ફરી પાછાપેલા પિંડ સ્વરૃપમાં ફેરવાઈ જવાની કોશિશ કરતું હતું. કારણ કે એ અદ્વૈત પિંડ જ બ્રહ્માંડની શક્તિનું મૂળ સ્વરૃપ હતું. આમ, પોતાના મૂળ અદ્વૈત સ્વરૃપને પાછું મેળવવા એ વિસ્તરણ રોકવું જરૃરી હતું જેની કોશિશોમાં બ્રહ્માંડે એ નાના નાના કણોને જોડીને પરમાણુ અને અણુ બનાવવાની શરુઆત કરી. અણુઓને જોડીને ભારે તત્ત્વો અને તે તત્ત્વોથી બનેલા મોટા મોટા તારાઓ અને આકાશગંગાઓ બનાવી. આમ છતાં, એ વિસ્તરણ બંધ ના થયું. આથી બ્રહ્માંડની શક્તિએ એક ક્રાન્તિકારી વળાંક લીધો અને અપાર શક્તિને એક સૂક્ષ્મ પદાર્થમાં સમાવી તેની બહારની પ્રકૃતિ સાથે આપ લે શરુ કરી. આ પદાર્થ બેક્ટેરીઆ હતો અને તે જીવનની શરૃઆત હતી. આ જીવન આગળ વધીને માછલીઓ વાંદરાઓ અને આદિમાનવોથી થઇને મનુષ્ય રુપે વિકસ્યું. અને મનુષ્યની આ ઉત્પત્તિ બ્રહ્માંડ માટે એક બહુ મોટી ઉપલબ્ધિ હતી કારણ કે મનુષ્ય બીજું કંઇ નહી પણ બ્રહ્માંડની શરુઆતમાં ઉભી થયેલી વિષ્ણુના સ્ટેજની જ ડિઝાઈન હતી. વિષ્ણુ સ્ટેજના એ સાત પરીમાણો માનવના મસ્તિષ્કમાં કેદ થયેલા હતા અને એ પરીમાણોની શક્તિ માનવશરીરના સાત ચક્રોમાં સચિત થયેલી હતી. આથી જ કહેવાયું છે કે 'નર(મનુષ્ય) એ જ નારાયણ' મનુષ્ય જ્યારે તેના આ સાતેય પરીમાણોને પૂર્ણ સ્વરૃપમાં અભિવ્યક્ત કરવા લાગે છે ત્યારે તે સમગ્ર બ્રહ્માંડની શક્તિને સાત અલગ પરીમાણોમાં અભિવ્યક્ત કરે છે. આવા લોકોને વિષ્ણુના અવતારો કહેવામાં આવ્યા છે અને તેમની અભિવ્યક્તિ સાત પરીમાણોમાં રહેલા અનેક ગુણોમાં થતી હોવાથી વિષ્ણુને 'પૂર્ણ પુરુષોત્તમ' કહે છે.
મનુષ્યના સાત ચક્રોમાના પહેલા પાંચ ચક્રો માનવશરીરની પાંચ ઇન્દ્રિયો સાથે જોડાયેલા છે. જ્યારે છઠ્ઠુ ચક્ર મનુષ્યની બુધ્ધિ સાથે જોડાયેલું છે જેનું સ્થાન ભુ્રકુટી વચ્ચે સ્થિત છે. બુધ્ધિ મનુષ્યની પાંચ ઇન્દ્રિયોનું નિયમન કરે છે અને આ કારણે બુધ્ધિ સાથે જોડાયેલું છઠ્ઠુ ચક્ર પાંચ ઇન્દ્રિયો સાથે જોડાયેલા પ્રથમ પાંચ ચક્રોની શક્તિને પોતાનામાં કેન્દ્રિત રાકે છે. આ કારણે મનુષ્યની સર્વ શક્તિ અને ચરિત્ર તેના લલાટ પર રહેલા છઠ્ઠા ચક્રની અભિવ્યક્ત થાય છે. આ ઉપરાંત વિષ્ણુસ્ટેજના પરીમાણોની જેમ મનુષ્યમાં પણ પાંચમા અને છઠ્ઠા ચક્રની પ્રકૃતિ પુરુષ કે સ્ત્રી પ્રકૃતિ એકબીજાથી વિરુધ્ધ હોય છે. આમ, મનુષ્યનો ચહેરો છઠ્ઠા ચક્ર રુપે સમગ્ર શરીરની પરીમાણી ઉર્જા અને પાંચમા અને છઠ્ઠા બંને ચક્રો રૃપે સૃષ્ટિની બંને વિરોધી પ્રકૃતિઓ અભિવ્યક્ત કરી દે છે. જે બ્રહ્માંડના શિવ સ્ટેજની રચના છે. આમ, મનુષ્યનું સમગ્ર શરીર વિષ્ણુ સ્ટેજમાં છે જ્યારે તેની મુખાકૃતિ શિવ સ્ટેજમાં છે. આ કારણે જ આપણે મનુષ્ય રુપમાં મૂર્તિ પુજા કરીએ છીએ. કારણ કે મનુષ્યની મુખાકૃતિ સમગ્ર બ્રહ્માંડને બે જ પરીમાણોમાં એકત્ર કરતી રચના છે. જ્યારે મનુષ્યનું શરીર સમગ્ર બ્રહ્માંડને સાત પરીમાણોમાં એકત્ર કરતી રચના છે. આ કારણે મૂર્તિ-પૂજા દ્વારા આપણે બ્રહ્માંડની સમગ્ર શક્તિને એક જ મૂર્તિમાં કેન્દ્રિત થયેલી જોઈ તેનાથી એકરૃપ થઇશકીએ છીએ. આ જ છે મૂર્તિ-પૂજાનું રહસ્ય. આ ઉપરાંત મનુષ્ય જેમ જેમ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ કરતો જાય છે. તેમ તેમ તેની શક્તિ છઠ્ઠા ચક્રમાં કેન્દ્રિત થાય છે. એટલે કે તે શિવ સ્વરૃપમાં સ્થાયી થાય છે અને તેનાથી આગળ વધતાં, શક્તિ સાતમા ચક્રનું ભેદન કરી બ્રહ્માંડ સાથે એકરુપ બને છે. આને જે મોક્ષ કહે છે. આમ, મનુષ્ય વિષ્ણુમાંથી શિવ બની છેલ્લે મોક્ષ મેળવે છે. આથી, શિવને વિષ્ણુથી આગળ એવા મહાદેવ કહેવામાં આવ્યા છે. આમ, મનુષ્યની મોક્ષ તરફની યાત્રા બ્રહ્માંડના વિસ્તરણની વિરુધ્ધ દિશામાં હોવાથી તે બ્રહ્માંડના વિસ્તરણને અવરોધે છે. આથી બ્રહ્માંડના વિસ્તરણને રોકવા મોક્ષ મેળવવો એ જ મનુષ્યના અસ્તિત્વનું એકમાત્ર કારણ છે.
(સેક્સ અને ભક્તિનાં ગૂઢ રહસ્યો આવતા અંકે...)
June 2006 July 2006 July 2007 October 2007 March 2008 April 2008 September 2008 October 2008 October 2010 November 2010 December 2010 January 2011 February 2011 March 2011 April 2011 May 2011 June 2011 July 2011 August 2011 September 2011 October 2011 November 2011 December 2011 January 2012 February 2012 March 2012 April 2012 May 2012 June 2012 July 2012 August 2012 September 2012 October 2012 November 2012 December 2012 January 2013 February 2013 March 2013 April 2013 May 2013 July 2013 August 2013 September 2013 October 2013 November 2013 December 2013 January 2014 February 2014 March 2014 May 2014 July 2014 August 2014 September 2014 October 2014 November 2014 December 2014 January 2015 September 2015 October 2015 November 2015 February 2016 March 2016 May 2016 June 2016 July 2016 August 2016 September 2016 October 2016 November 2016 December 2016 March 2017 April 2017 May 2017 June 2017 July 2017 August 2017 September 2017 March 2018 April 2018 May 2018 June 2018 July 2018 September 2018 January 2019 March 2019 September 2019
Subscribe to Posts [Atom]