Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Wednesday, July 26, 2017

 

અગોચર વિશ્વ - દેવેશ મહેતા મહર્ષિ અરવિંદ 'અતિમનસ ચેતના'

અગોચર વિશ્વ - દેવેશ મહેતા મહર્ષિ અરવિંદની 'પૂર્ણયોગ'ની પ્રક્રિયામાં 'અતિમનસ'ના અવતરણથી કોષોનું રૃપાંતરણ થાય છે! મહર્ષિ અરવિંદ સમજાવે છે કે 'અતિમનસ' વિશ્વના ઊર્ધ્વ દિવ્ય ગોલાર્ધને અધ: (નિમ્ન) પાર્થિવ (અદિવ્ય) ગોલાર્ધને જોડનારું વચગાળાનું તત્ત્વ છે. તે જ્ઞાનસભર છે. તેમાં અખંડ ચેતનાનું સનાતન ભાન છે. મહાયોગી મહર્ષિ અરવિંદ ઘોષે 'અતિમનસ ચેતના'નો સાક્ષાત્કાર કરી 'પૂર્ણયોગ'ની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિલાયતમાં અનેક ભાષાઓ અને વિષયોનું શિક્ષણ લીધા બાદ અરવિંદ ઘોષ ૨૧ વર્ષની વયે સ્વદેશ પાછા ફર્યા ત્યારે અપૂર્વ શાંતિનો અનુભવ કરવા લાગ્યા હતા. વડોદરામાં નોકરી કરતાં કરતાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરી ભારતીય તત્ત્વજ્ઞાાનનો અભ્યાસ શરૃ કર્યો. આ ગાળા દરમિયાન તેમને પ્રતીત થયું કે ભારત માતાની સેવા કરવા જ તેમનો જન્મ થયો છે અને તેના થકી જ વિશ્વનું કલ્યાણ થઈ શકે એમ છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યોગી શ્રી લેલે મહારાજ પાસેથી યોગની દીક્ષા લઈ એમાં ઝડપથી આગળ વધવા લાગ્યા હતા. સામાન્ય સાધકોને જે બ્રહ્મ-સાક્ષાત્કારની અનુભૂતિ કરતાં એક નહીં, અનેક જન્મો વીતી જાય તે તેમણે માત્ર ત્રણ દિવસોમાં જ કરી લીધી હતી. વડોદરામાં હતા ત્યારે મહર્ષિ અરવિંદને કેવળ ઈશ્વર જ સત્ય છે અને જગત મિથ્યા છે એવું દર્શન થયું હતું. ૧૯૦૮માં અંગ્રેજોએ એમને જેલમાં પૂર્યા ત્યારે જેલની બધી વસ્તુઓમાં શ્રીકૃષ્ણનાં દર્શન થવા લાગ્યાં હતાં. એમને લાગતું હતું કે જાણે બધું વાસુદેવમય બની ગયું છે! વડોદરાથી કલકત્તા, કલકત્તાથી ચંદ્રનગર, ચંદ્રનગરથી પોંડિચેરી આવી મહર્ષિ અરવિંદે પૂર્ણયોગની સાધના તીવ્રતમ બનાવી સમગ્ર વિશ્વને આધ્યાત્મિક જ્ઞાાન પ્રદાન કરવા માંડયું. તા. ૨૪-૧૧-૧૯૨૬ના દિવસે પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં ચોવીસ જેટલા સાધકો સમૂહધ્યાન કરવા બેઠા એ વખતે ૪૫ મિનિટના ધ્યાન પછી અતિમનસ (અધિમનસ) ચેતનાનો પ્રકાશ મહર્ષિ અરવિંદના શરીરમાં અવતરિત થયો. ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૃપમાં મૂર્ત થયેલી ચેતના મહર્ષિ અરવિંદના અસ્તિત્વની સ્થૂળ ભૂમિકામાં ઊતરી આવી. આ સફળતા બાદ મહર્ષિએ આશ્રમની બધી જવાબદારી ફ્રાન્સના વિદ્વાન પોલ રિશારના પત્ની મીરા જે પૂ. માતાજી તરીકે ઓળખાય છે એમને સોંપી. મહર્ષિ અરવિંદે એકાંતમાં સાધના વધુ તીવ્ર બનાવવા માંડી. જે રીતે અતિમનસ પ્રકાશ નીચે ઊતરી આવ્યો એ રીતે તે 'અતિમનસ શક્તિ'ને પણ તે નીચે ઉતારવા માંગતા હતા. એ વખતે મહર્ષિ અરવિંદ કહેતા હતા - માનવીએ દિવ્ય બનવાનું છે. પોતાની નિમ્ન પ્રકૃતિનું ઊર્ધ્વીકરણ કરી એને ભાગવત ચેતનામાં રૃપાંતરિત કરવાની છે. એણે 'માનવ'માંથી 'અતિ માનવ' બનવાનું છે. એ માટે એણે મનને વધારે ને વધારે 'ઊર્ધ્વ' એટલે ઊંચી ભૂમિકાએ લઈ જવાનું છે. સાધારણ મનથી ઉપર ઊર્ધ્વ મન, પ્રકાશિત મન, પ્રેરણાત્મક મન અને 'અતિમનસ' (અધિમનસ) આવેલા છે. મનને ઊર્ધ્વીકૃત અને શાંત કરવા પૂ. માતાજીએ ત્રણ ઉપાયો બતાવ્યા છે - ૧. સહસ્રાર ચક્રમાં આવેલા બ્રહ્મરંધ્રમાં કે બન્ને ભ્રમરની વચ્ચે આવેલા આજ્ઞાા ચક્રમાં કે ગળાની નીચે આવેલા વિશુદ્ધ ચક્રમાં ધ્યાન કરવું. ૨. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહેવું. ૩. બધી ચિત્તવૃત્તિઓ અને શારીરિક પ્રક્રિયાઓ પરત્વે સાક્ષીભાવ રાખવો.' મન નિર્મળ અને શાંત થાય ત્યારે પરમાત્માની ચેતના 'અતિમનસ' સ્તર પર ઊતરે છે. અતિમનસ દેવોનો લોક છે. 'પૂર્ણયોગ'થી ત્યાં પહોંચી શકાય છે. એ ભૂમિકાએ પહોંચેલા યોગીઓ અનેક સિદ્ધિઓના સ્વામી બને છે. પૂર્ણયોગ મનને અતિમનસ સુધી પહોંચાડે છે અને ભાગવત ચેતનાને કે ભગવત્શક્તિને આપણા અતિમનસ સુધી નીચે લઈ આવે છે. આને આપણે સરળ રીતે સંક્ષેપમાં સમજીએ. 'અતિમનસ' આપણા સ્વરૃપમાં પ્રસ્થાપિત થાય તે પહેલાં ચાર પ્રક્રિયા પૂરી થાય છે. ૧. આપણા અજાગૃત (અભાન) મન, પ્રાણ અને શરીરમાં જાગૃત (સભાન) પ્રકાશમય મનની સ્થાપના થવી. ૨. પ્રકાશમય મનનું આંતર-પ્રેરણાત્મક મનમાં રૃપાંતરણ થવું. ૩. મન, પ્રાણ અને શરીરને અતિમનસનો સ્પર્શ થવો અને તે બધાનું અતિમાનસીકરણ થવું. ૪. અતિમનસનું આત્મ-ભાન (self-Awareness) તરીકે અવતરણ થવું, જેનાથી આપણું સ્વરૃપ ભાગવત ચેતનાના, ઈશ્વરના સાકાર સ્વરૃપના રૃપાંતરણની શરૃઆત કરે છે. પ્રથમ જડ, આળસુ અને અવિકસિત દશા હોય છે. એ પછી પ્રાપ્ત શક્તિઓ અવિવેકથી વેડફાય છે અને આવન-જાવનનું સંતુલન ખોરવાય છે. એનું સંતુલન કરતાં આવડી જાય પછી અનંત ચેતનાને હૃદય દિવ્ય ભાવોને અને દેહ દિવ્ય સંકલ્પોને ધારણ કરીને દિવ્ય કર્મો દ્વારા દિવ્ય જીવનની શરૃઆત કરે છે. આમ, પૂર્ણયોગની ત્રણ અવસ્થાઓ આવે છે. ૧. ચૈતસિક રૃપાંતરણ ૨. વૈશ્વિક (આદ્યાત્મિક) રૃપાંતરણ ૩. અતિમાનસિક રૃપાંતરણ. છેલ્લે અતિમનસ તત્ત્વ 'પરા ચિત્ નિદ્રા' એટલે કે 'જાગૃત સુષુપ્તિ' તરીકે વિકસે છે. આ વખતે નિર્લેપતા નિદ્રા રૃપ લાગે છે. તે ભાવ કોષોમાં જઈ અવચેતનનો નાશ કરે છે અને નવીન કોષોનું સર્જન કરી કાયાકલ્પ કરે છે. આ સ્થિતિ આવતાં 'અતિમનસ' શરીરની રચના થાય છે. એની રચના થાય એટલે એનામાં ઘડપણ, યોગ અને મૃત્યુની સ્થિતિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એને બાહ્ય ભોજનની જરૃર પડતી નથી. એ અંત:કરણના આનંદને ઉપલબ્ધ થાય છે. એનું જીવન સર્વ પ્રકારે દિવ્ય બની રહે છે. એ પોતાની ઈચ્છા પ્રમાણે મરણ પામી શકે છે. એ 'અતિમનસ' સ્થિતિમાં જ બધી ક્રિયાઓ કરે છે. એનામાં સૂર્યશક્તિ-સૌર ઊર્જા (સાવિત્રી) અનવરોધ ઊતરે છે. મહર્ષિ અરવિંદ સમજાવે છે કે 'અતિમનસ' વિશ્વના ઊર્ધ્વ દિવ્ય ગોલાર્ધને અધ: (નિમ્ન) પાર્થિવ (અદિવ્ય) ગોલાર્ધને જોડનારું વચગાળાનું તત્ત્વ છે. તે જ્ઞાાનસભર છે. તેમાં અખંડ ચેતનાનું સનાતન ભાન છે. તેમાં એકતામાંની વિવિધતા છે. ત્યાં વિસંવાદ અને દુ:ખ નથી. તે જ્ઞાાન અને શક્તિ એવા બન્ને સ્વરૃપે રહે છે. તેના ત્રણ આયામો છે. ૧. સર્વોચ્ચ સ્તર - જે વૈશ્વિક ઉત્ક્રાંતિને અંતિમ ઓપ આપે છે. ૨. મધ્યવર્તી સ્તર - જે વર્તમાનમાં ચાલતું વૈશ્વિક ઉત્ક્રાંતિનું કાર્ય કરતું હોય છે. ૩. નિમ્ન સ્તર - જે ઉત્ક્રાંતિમાં પ્રવેશેલા આત્માઓને ભાવિ-ઉત્ક્રાંતિનું દર્શન કરાવી ઉપર ઊઠવા પ્રેરિત કરે છે. અતિમનસનો પ્રકાશ સુવર્ણમય હોય છે. અતિમનસ સાધના કોષોના રૃપાંતરણની સાધના છે. આ સાધનામાં મન, પ્રાણ અને શરીરમાં પરિવર્તન લાવવા 'પ્રકાશ'નો ઉપયોગ કરીને કોષોને વધારે ઉત્ક્રાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોષોનું રૃપાંતરણ એટલે તેમની રચનામાં ફેરફાર કરવો એવો અર્થ નથી લેવાનો. એનો અર્થ 'તેમનાં કાર્યોમાં અને તેમની ચેતનાના સ્તરોમાં થનારો ફેરફાર' એવો લેવાનો છે. આ પ્રક્રિયામાં કોષો એમની ભૌતિક રચનાના વધુ સૂક્ષ્મ સ્તરો બાબતે સભાન બને છે અને તેને કારણે તે સૂક્ષ્મ સ્તરના પદાર્થોના ગુણધર્મો વ્યક્ત કરવા લાગે છે. કોષોના ભૌતિક પ્રકારના સ્તરોના અનેક ભાગો છે. ૧. ભૌતિક સ્તર ૨. ણ્વિક સ્તર ૩. ઉપ-પારમાણ્વિક સ્તર. ૩. ફોટોન સ્તર જેને ગ્લુએન સ્તર પણ કહેવાય. એ ક્રિયાશીલ પ્રકાશ-સ્તર છે. ગ્લુએન અતિ સૂક્ષ્મ પ્રકાશનાં વમળો છે. તે વમળો શાંત થઈને એક નિષ્ક્રિય, નિરાકાર, નિ:સીમ પ્રકાશ સ્વરૃપે પ્રકટ થાય છે. તે વૈશ્વિક ચેતનામાં મનને પ્રવેશ કરાવી ઈશ્વરના સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. રૃપાંતરની પ્રક્રિયા પ્રથમ આંતર સ્વરૃપમાં થાય છે અને તેના પરિણામરૃપે તે થયા પછી બાહ્ય સ્વરૃપમાં થાય છે. મહર્ષિ અરવિંદ કહે છે - 'ઊર્ધ્વ તરપ ખુલ્લાપણું, દિવ્ય પ્રકાશમાં આરોહણ અને સામાન્ય જીવનમાં તેનું અવતરણ એ યોગની તાલીમમાં પ્રથમ નિર્ણાયક અનુભૂતિ હોય છે. તે નિર્ણાયક અનુભૂતિ એક આધ્યાત્મિક-નિયતિની નિશ્ચિત આગાહી છે. તે સાચા જ્ઞાાન અને સાચા વલણને નિશ્ચિત કરશે.' પૂ. મહર્ષિ અરવિંદના પૂર્ણયોગ થકી અતિમનસના અવતરણની ઉત્ક્રાંતિ સુધી પહોંચી માનવી 'અતિમાનવી' અને 'મહા માનવી' બની શકે છે.


Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019   September 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]