અગોચર
વિશ્વ દેવેશ મહેતા: શરીર
વિજ્ઞાાનની ડૉ. કેન્ડસ પર્ટના
મતે આપણને સ્વસ્થ કે
બીમાર બનાવવા માટે લાગ
લાગણીઓ
- ભાવો એ માત્ર શરીરના
રસાયણો જ નથી, તે
ઈલેક્ટ્રો કેમિકલ સિગ્નલો છે
જે શરીરના બધા કોષોના
રસાયણો અને વિદ્યુતને અસર
કરનારા છે
'લાગણી'
એ સાહિત્ય, ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો કેન્દ્રિય
વિષય રહ્યો છે. ભાવ
એ કવિતાના પ્રાણ છે. એની
અભિવ્યક્તિથી જ ઉત્તમ કવિતા
રચાય છે. લાગણીથી જ
માનવી 'માનવ' બનવાની આધ્યાત્મિક
ઉત્ક્રાંતિ પ્રાપ્ત કરે છે. થોડા
સમય પૂર્વે શરીર વિજ્ઞાાનીઓ
માટે લાગણી એ મસ્તિષ્કના
રસાયણોથી ઉદ્ભવતી સંવેદના માત્ર હતી. પરંતુ
તાજેતરમાં 'સાઈકોન્યૂરો ઈમ્યૂનોલોજી' ક્ષેત્રે થયેલા અદ્ભુત સંશોધનોએ
માનવીના સ્વાસ્થ્ય સાથે એનો અતૂટ
સંબંધ જોડી આપ્યો છે.
અમેરિકાના
વોશિંગ્ટન ડી.સી.માં
આવેલ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી ઓફ
મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોલોજી એન્ડ
બાયોફિઝિક્સના રીસર્ચ ન્યૂરોસાયન્ટિસ્ટ ડૉ.
કેન્ડસ બી. પર્ટ (Candace B. Pert) ને ન્યૂરો
પેપ્ટાઈડ્સ, રિસેપ્ટર ફાર્મેકોલોજી અને કેમિકલ ન્યૂરો
એનેટોમીના ક્ષેત્રે મહત્વપૂર્ણ સંશોધનો કરવા માટે ઘણા
એવોર્ડસ એનાયત કરાયા છે
અને એમને ઈન્ટરનેશનલ ખ્યાતિ
પ્રાપ્ત થયેલી છે.
કેન્ડસ
પર્ટ (૨૬-૬-૧૯૪૬
- ૧૨-૯-૨૦૧૩)નું
નામ મસ્તિષ્કમાં એન્ડોર્ફિન માટે સેલ્યુલર બાઈન્ડીંગના
સ્થાન તરીકે કામ કરતાં
'ઓપિએટ રિસેપ્ટર (Opiate Receptor) ની શોધ કરવા
બદલ સ્વર્ણાક્ષરે લખાયું છે. માઈન્ડ-બોડી મેડિસિન અને
એચ.આઈ.વી. ટ્રીટમેન્ટના
એ પાયોનિયર સાયન્ટિસ્ટ ગણાય છે.' મસ્તિષ્કના
એન્ડોર્ફિન બનાવવાના અજ્ઞાાત રહસ્યોના અજાણ્યા ભવનમાં પ્રવેશવા એક
નવું દ્વાર ખોલવાનું કામ
કેન્ડસ પર્ટની 'ઓપિએટ રિસેપ્ટર'ની
શોધે કર્યું. ૨૦૦૪માં 'What the Bleep do you know (વ્હોટ ધ બ્લીપ
ડુ યુ નો) ?' ડોક્યુમેન્ટરી
ફિલ્મમાં કેન્ડસે ભૂમિકા ભજવી હતી.
૨૦૦૯માં
લૂઈસ હે (Louise Hay) ના મૂવી 'You can Heal Your Life (યુ કેન હિલ
યોર લાઈફ)માં પણ
એમણે એમના લાગણી વિશેના,
શરીર-મનના જોડાણ વિશેના
મહત્વના સંશોધનોની વાત કરી છે.
એપ્રિલ ૧૨, ૨૦૦૮માં એમને
સાઈકોન્યૂરો ઈમ્યુનોલોજી ક્ષેત્રે 'હોલિસ્ટિક મેડિસિન' પ્રદાન કરવા અંગે
એવોર્ડ અપાયો હતો. એ
રીતે ન્યૂયોર્ક ઓપન સેન્ટર તરફથી
કેન્ડસ પર્ટને ૭ નવેમ્બર
૨૦૦૬ના રોજ શરીર વિજ્ઞાાન
અને હૃદયથી અનુભવાતી લાગણી
વચ્ચે સંબંધ શોધવાના સેતુ
રૃપ બની એનું સફળ
નેતૃત્વ કરવા બદલ પણ
એમનું બહુમાન કરાયું હતું.
Molecules of Emotion & why you feel the way you feel (મોલિક્યુલ્સ ઓફ ઈમોશન : વ્હાય
યુ ફિલ ધ વે
યુ ફિલ) ડૉ. કેન્ડસ
પર્ટનું પ્રસિદ્ધ પુસ્તક છે. એ
રીતે એમનું 'Every thing you need to
know to feel Go(o)d¥ પુસ્તક
પણ જાણીતું છે જે તેમણે
નેન્સી મેરીઓટ સાથે લખ્યું
છે.
૧૯૭૨માં
જ્યારે કેન્ડસ પર્ટ જ્હોન
હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં
અભ્યાસ કરતા હતા ત્યારે
સોલોમન સ્નાઈડરના હાથ નીચે પ્રયોગશાળામાં
કામ કરતા 'ઓપિએટ રીસેપ્ટર'ની શોધ કરી
હતી. આ એ કોષીય
(Cellular) જગ્યા છે જ્યાં શરીરના
પીડાશામકો (Pain killers)
અને પ્રસન્નતા ઉત્પાદકો (Bliss makers) એવા એન્ડોર્ફિન્સ (Endorphins) કોષો સાથે
જોડાય છે અને એમનો
વિસ્મયજનક જાદુ બતાવે છે.
એન્ડોર્ફિન શબ્દ 'એન્ડોજિનસ' (endogenous) અને મોર્ફિન
(morphins) શબ્દોના સંયોજનથી બન્યો છે. મનુષ્ય
અને બીજા પ્રાણીઓના શરીરમાં
એન્ડોજિનસ ઓપિઓઈડ (opioid) ન્યૂરોપેપ્ટાઈડ્સ અને પેપ્ટાઈડ્સ હોર્મોન્સ
જોવા મળે છે.
ડૉ. કેન્ડસ પર્ટ કહે
છે કે લાગણીઓ - ભાવો
એ માત્ર શરીરના રસાયણો
જ નથી, તે ઈલેક્ટ્રો
કેમિકલ સિગ્નલો છે જે શરીરના
બધા કોષોના રસાયણો અને
વિદ્યુતને અસર કરનારા છે.
શરીરની વિદ્યુતકીય સ્થિતિ લાગણીઓથી નિયમન
કરાય છે જે શરીરની
અંદરના વિશ્વને બદલે છે. શરીરની
અંદરનું વિશ્વ બદલાય એટલે
શરીરની બહારનું વિશ્વ પણ બદલાય
છે. ‘As feelings change,
the mixture of peptides travel through out yourbody and your brain and they are
literally changing the chemistry of every cell in your body.’
હવે લાગણીઓને ન્યૂરો સાયન્સ અને
બાયોલોજીની દ્રષ્ટિએ જ નહીં ભૌતિક
વિજ્ઞાાનની દ્રષ્ટિએ પણ મૂલવવી પડે
એમ છે. તેના પણ
વાઈબ્રેશન્સ હોય છે જેની
શરીર પર અસર પડે
છે. ન્યૂરોટ્રાન્સમીટર્સ કેમિકલ્સ છે પણ તે
વિદ્યુત ભાર (ઈલેક્ટ્રિકલ ચાર્જ)નું વહન કરે
છે. ન્યૂરોલોજિકલ સ્તર પર પોતાના
અસ્તિત્વની 'હોવાપણા'ની લાગણી ઈશ્વરના
તત્વ સાથે જોડાય છે.
હું ઈશ્વરના આશિષ પામેલ છું.(
I am blessed) એ લાગણી મસ્તિષ્કમાં મહત્વની
ભૂમિકા ભજવે છે. આશીર્વાદ
(Blessing) અને આનંદ (Bliss) એક જ મૂળમાંથી
પ્રકટ થાય છે. આનંદની
અનુભૂતિ માટે આપણે અંદરથી
સખત રીતે જોડાયેલા છીએ.
એ સામાન્ય અને પ્રાકૃતિક છે.
દરેકને સુખની શોધ હોય
છે જે એના અંત:કરણના ભાવના મૂળ
સ્રોત સાથે જોડાવાથી પૂર્ણ
થાય છે. આનંદની કુદરતી
અનુભૂતિ માનવીને ઊર્ધ્વીકૃત કરે છે અને
એને સ્વસ્થ કરે છે.
માનવીએ અંત:કરણથી પ્રસન્ન
અને પરિતુષ્ટ રહેવું એ એના
સ્વાસ્થ્યની જડીબુટ્ટી છે. દરેક વસ્તુને
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવી, જાણવી, અનુભવવી.
દરેક પળે, પ્રત્યેક પરિસ્થિતિમાં
એણે બધું હકારાત્મક ભાવથી
જોવું. જે થાય છે
તે સારા માટે થાય
છે એવો સ્વીકૃતિ ભાવ
રાખવો. જો એ 'બધું
સારું છે, મને ગમે
છે એવી 'feeling good’ (ફિલિંગ ગુડ')ની
લાગણી અનુભવે તો એને
'ઈશ્વર' (ર્યગ) ની અનુભૂતિ
કરવા જેવું જ થશે.
લાગણી
અને ઈમ્યૂન સીસ્ટમ બે
અલગ વસ્તુઓ નથી. આપણી
લાગણીના વાહકો જ આપણી
ઈમ્યૂન સીસ્ટમ બને છે.
શરીરના કોઈ ભાગ પર
ઘા પડે તો ત્યાં
નવા કોષ આવી જાય
છે અને રૃઝ આવી
જાય છે. આ પ્રક્રિયામાં
પેપ્ટાઈડ્સ એમને સંયોજિત કરે
છે જેનાથી રૃઝ આવે
છે. આમ રોગોમાં થતું
હિલિંગ આપણા લાગણી તંત્રથી
નિયંત્રિત છે. બધા રોગના
જંતુઓ (વાઈરસ) એ રિસેપ્ટર
કોષ (બીનન) ની સપાટી
પરથી એમાં પ્રવેશવાનો પ્રયત્ન
કરે છે. સ્વાભાવિક રીતે
જ એ કોષ એ
વાઈરસને અંદર પ્રવેશવા દેતા
નથી.
એટલે એ યુક્તિ કરીને
અંદર દાખલ થવાનો પ્રયત્ન
કરે છે. ચોર, લૂંટારા
કે આતંકવાદી હૂમલાખોર જેમ પોલીસ કે
સૈનિકનો પહેરવેશ પહેરી અંદર દાખલ
થઈ જાય એમ વાઈરસ
પોતાની ઉપર પ્રોટીનનો પહેરવેશ
ધારણ કરી લે છે.
આ છદ્મવેશી પ્રોટીનવાળા વાઈરસયુક્ત રિસેપ્ટર પેલા અસલ જેવા
જ દેખાતા હોય છે.
પણ એ લાગણીના તંત્રથી
જોડાયેલા હોય છે. લાગણીથી
ઉદ્ભવતું કુદરતી કેમિકલ વ્યક્તિમાં
કેટલું છે એ પ્રમાણે
એને કોષમાં દાખલ થવાનું
કે ન થવાનું નિર્મિત
થાય છે.
નકારાત્મક
લાગણીવાળા, લાગણીથી વિચલિત ખાલી રિસેપ્ટરમાં
પેલા પ્રોટીનનું મ્હોરું પહેરેલા વાઈરસ પ્રવેશી જાય
છે અને છૂપા દુશ્મન
બની અંદરથી રોગ પ્રતિકારક
શક્તિ (ઈમ્યૂનિટી) ઘટાડી રોગ ઉત્પન્ન
કરી એને પ્રવૃદ્ધ કરે
છે. પ્રેમ, પરોપકાર, પ્રસન્નતા,
સંતોષ, સર્વસ્વીકૃતિ ભાવ, શ્રધ્ધા વગેરે
હકારાત્મક સદ્ભાવો એ એક પ્રકારનું
'બાયોલોજિકલ મિકેનિઝમ' છે જે આપણી
ઈમ્યૂનિટીને વધારી આપણને સ્વસ્થ
અને સુખી રાખે છે.