Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Wednesday, September 10, 2014

 

ઓપરેશન વિના કિડનીની પથરી નિકળી જશે, કરો આ પ્રાકૃતિક ઉપાય

ઓપરેશન વિના કિડનીની પથરી નિકળી જશે, કરો પ્રાકૃતિક ઉપાય

જ્યારે મીઠું અને અન્ય ખનીજ પદાર્થો (એવા પદાર્થો જે મનુષ્યના મૂત્રમાં મોજૂદ હોય છે) એકબીજાની સંપર્કમાં આવે છે ત્યારે પથરી બનવાનું શરૂ થાય છે. પથરીનો આકાર અલગ-અલગ હોય છે. થોડી પથરી રેતીના દાણાની જેમ નાની હોય છે તો થોડી પથરી મોટા કદની પણ હોય છે. મોટાભાગે નાની પથરી તો મળ માર્ગે બહાર આવી જાય છે પરંતુ જો આકારમાં મોટી હોય તો તો બહાર આવી શકતી નથી.

ચાલો, આજે અમે તમને જણાવીએ પથરીની સમસ્યાથી છુટકારો મેળવવાના કેટલાક પ્રાકૃતિક ઉપાય. જે તમને ઘરમાં સરળતાથી મળી શકે છે.

દ્રાક્ષનું સેવન કરવું-

પથરીની સમસ્યાવાળા લોકોને છૂટથી પેશાબ થવો અત્યંત જરૂરી હોય છે. જેથી કેટલાક એવા ફળ અને શાકભાજી હોય છે જેમાં પાણીનો ભાગ વધારે હોવાથી તે આરોગવાથી છૂટથી પેશાબ થાય છે એવું એક ફળ છે દ્રાક્ષ. કિડની સ્ટોનથી છુટકારો મેળવવા માટે દ્રાક્ષ એક મહત્વપૂર્ણ ફળ માનવામાં આવે છે. દ્રાક્ષ પ્રાકૃતિક મૂત્રવર્ધક સ્વરૂપે કાર્ય કરે છે કારણ કે, તેમાં પોટેશિયમ, મીઠું અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. દ્રાક્ષમાં અલબૂમીન અને સોડિયમ ક્લોરાઇડ ખૂબ ઓછી માત્રામાં હોય છે જેના કારણે તેને કિડની સ્ટોન એટલે કે પથરીના ઉપચાર માટે ઉત્તમ માનવામાં આવે છે.

લીંબૂનો રસનો ઉપાય-

જૈતૂનના તેલની સાથે લીંબૂનો રસ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી કિડની સ્ટોનમાં ફાયદો થાય છે. જ્યારે તમને પથરીનો દુખાવો ઉપડે ત્યારે 60મિલી લીટર લીંબૂનાં રસમાં તેટલી માત્રામાં ઓર્ગેનિક જૈતૂનનું તેલ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી પથરીના દુખાવામાં આરામ મળે છે. લીંબૂનો રસ અને જૈતૂનનું તેલ તમારા સ્વાસ્થ્ય સંબંધી કોઇપણ સમસ્યાઓ માટે ખૂબ સારું સાબિત થાય છે. સાથે , જૈતૂનનું તેલ તમને ખૂબ સરળતાથી પ્રાપ્ત પણ થઇ શકે છે.

નિયમિત ખાઓ કેળા-

નાના હોય કે મોટા બધાને કેળા પ્રિય હોય છે પરંતુ કેળાના ગુણોથી લોકો અજાણ હોય છે. આપણા આયુર્વેદમાં કેળાનો ઉપયોગ અનેક ઔષધિઓમાં કરવામાં આવે છે. કેળાનો કિડની સ્ટોનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેળાનું સેવન કરવું જોઇએ. કેળામાં વિટામિન બી-6 હોય છે. વિટામિન બી-6 શરીરમાં ઓક્ઝેલેટ ક્રિસ્ટલ બનવાથી રોકે છે અને તેને તોડે છે. માટે વિટામિન બી-6નું સેવન કરવાથી કિડની સ્ટોનના ઇલાજમાં સારી મદદ મળી રહે છે. એક શોધ પરથી જાણવા મળ્યું કે, દરરોજ 100થી 150 મિલિગ્રામ વિટામિન બી-6નું સેવન કરવાથી કિડની સ્ટોનના ઉપચારમાં ઘણો ફાયદો મળી છે.

કારેલાંનો ઉપાય-

કારેલાં સ્વાદમાં જેટલા કડવા હોય છે તેના ગુણો અને ફાયદાઓ એટલા મીઠા હોય છે. પરંતુ લોકોને તેના ગુણો વિશેની ખબર હોતી નથી. કારેલાને કોઇપણ સ્વરૂપમાં આરોગવાથી અનેક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે અને શરીર નિરોગી રહે છે. મોટાભાગે ઘણા ઓછા લોકોને કારેલાં ભાવતા હોય છે. પરંતુ કારેલા કિડની સ્ટોનના દર્દીઓ માટે રામબાણ ઔષધીનું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે પથરીનાશક માનવામાં આવે છે અને શરીરમાં પથરી બનતા અટકાવે છે. જેથી કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો જોઇતો હોય તો નિયમિત રીતે કારેલાંનું સેવન કરવું જોઇએ.

બથુઆનું શાક (એક પ્રકારની ભાજી) –

બથુઆ એક એવી ભાજી છે જેમાં અઢળક ઔષધિય ગુણો રહેલા હોય છે પરંતુ બહુ ઓછા લોકો ભાજી વિશે જાણે છે અથવા ખાય છે. ખાસ કરીને કિડની સ્ટોનની સમસ્યામાં ભાજી વરદાન સમાન હોય છે. કિડની સ્ટોનને બહાર નિકાળવા માટે બથુઆનું શાક ખૂબ કારગર માનવામાં આવે છે. માટે તમે અડધા કિલ્લો બથુઆનું શાક ઉકાળીને તેને ગાળી લેવું. હવે તે પાણીમાં થોડી મરી, જીરૂ અને ચપડી સિંધાલુણ મીઠું નાખીને દિવસમાં ચારવાર પીવું. ઉપાય કરવાથી ચોક્કસ કિડની સ્ટોનમાં ફાયદો થશે.

ડુંગળીનું સેવન કરવું-

ડુંગળી એક એવી શાકભાજી છે જેનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. ડુંગળીને ભોજનમાં સલાડ સ્વરૂપે ખાવી લોકોને જેટલી પસંદ છે તેટલા ડુંગળીમાં સ્વાસ્થ્યવર્ધક ગુણો પણ છુપાયેલા છે. ડુંગળીમાં સ્ટોન નાશક તત્વ હોય છે તેનો પ્રયોગ કરવાથી તમે કિડની સ્ટોનથી છુટકારો મેળવી શકો છો. લગભગ 70ગ્રામ ડુંગળીને પીસીને અને તેનો રસ કાઢીને તેનું સેવન કરવું. સવારે ખાલી પેટ ડુંગળીના રસનું નિયમિત સેવન કરવાથી પથરીના ટુકડાઓ થઇને તે મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે.

અજમાનું સેવન-

અજમો એક સર્વોતમ ટોનિક છે. અજમામાં અનેક ઔષધિય ગુણો છુપાયેલા છે. અજમાનું સ્વરૂપ દેખાવમાં જેટલુ નાનું હોય છે તેના ગુણો તેટલા વિશાળ હોય છે. અજમામાં એક મહાન યૂરીન એક્ટ્યૂએટર છે અને કિડની માટે ટોનિકના સ્વરૂપે કામ કરે છે. કિડનીમાં સ્ટોનને બનતા અટકાવવા માટે અજમાનો ઉપયોગ મસાલાના સ્વરૂપે અથવા ચામાં નિયમિતપણે કરવામાં આવે તો અજમો કિડની સ્ટોનની સમસ્યાને દૂર કરવામાં કારગર બને છે. જેથી નિયમિત રીતે કોઇપણ સ્વરૂપે અજમાનું સેવન કરવાથી આરામ મળે છે.

તુલસીનો પ્રયોગ-

તુલસી ઘણી બીમારીઓમાં દવાનું કામ કરે છે. તેનો ઉપયોગ ઘણી બીમારીઓમાં દવા તરીકે કરવામાં આવે છે. તુલસીની ચા પીવાથી કિડની સ્ટોનના દુખાવામાં અને તેને બહાર કાઢવામાં ઉપયોગી થાય છે. તુલસીનો રસ પીવાથી પથરીને મૂત્રના માર્ગે નિકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછો એક મહિનો તુલસીના પાનના રસની સાથે મધ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મળે છે. તમે તુલસીના પાનને રોજ ચાવી પણ શકો છો, તે ખૂબ ફાયદાકારક પણ સાબિત થાય છે.

દાડમનો રસ-

દાડમનો રસ કિડની સ્ટોનની સમસ્યા માટે ખૂબ અદભૂત અને સરળ ઘરેલૂ ઉપચાર છે. દાડમના અનેક સ્વાસ્થ્ય લાભ સિવાય તેના બીયા અને રસમાં ખાટ્ટા ગુણોથી ભરપૂર હોવાથી તે કિડની સ્ટોનની સમસ્યા માટે એક પ્રાકૃતિક ઉપાય માનવામાં આવે છે જેથી દરરોજ દાડમનો રસ અથવા દાડમનું સેવન કરવું જોઇએ.


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019   September 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]