What is meditation?
When we say Meditation, you need to understand this is not something that you can do. You can become meditative. You can become meditation. You can never do meditation. It's a certain quality. If this quality has to blossom within you.
If meditation has to blossom within you. If you cultivate your body, if you cultivate your mind, your emotion, and energy to a certain level of preparedness, meditation will blossom within you. If you do meditation. Anything that you do, you can't keep it up. Isn't it? Suppose your breath, are you doing it? Or is it happening? It's happening. Your life, you are doing it or it is happening? It's happening.
Suppose your breath was given into your hands to do it. If you got angry with somebody you would forget to breathe. Isn't it? Fortunately all the vital things are happening. You just have to sit here and enjoy the process of life. For that, what a mess people are making out of it. So when your breath cannot be given into your hands, your basic life cannot be given into your hands, meditation-how can it be given into your hands.
But if you create a certain atmosphere, meditation will happen. If there is spring in the soil, if there is spring in the sunlight, if there is spring in the atmosphere around, flowers will blossom. Isn't it? Flowers will not blossom because you sit there and peel them. So if you sit there and try to meditate, it is not going to happen. If you create the necessary atmosphere in your body, mind, emotion and energy, meditation has to blossom.
Meditation is not about going somewhere, it is a homecoming. It's getting back to your original nature. Instead of being on the surface you are going deeper into the core. It cannot be done but you can make it happen
ઓપરેશન વિના કિડનીની પથરી નિકળી જશે, કરો આ પ્રાકૃતિક ઉપાય
જ્યારે મીઠું અને અન્ય ખનીજ પદાર્થો (એવા પદાર્થો જે મનુષ્યના મૂત્રમાં મોજૂદ હોય છે) એકબીજાની સંપર્કમાં આવે છે ત્યારે પથરી બનવાનું શરૂ થાય છે. પથરીનો આકાર અલગ-અલગ હોય છે. થોડી પથરી રેતીના દાણાની જેમ નાની હોય છે તો થોડી પથરી મોટા કદની પણ હોય છે. મોટાભાગે નાની પથરી તો મળ માર્ગે બહાર આવી જાય છે પરંતુ જો આકારમાં મોટી હોય તો તો બહાર આવી શકતી નથી.
ચાલો, આજે અમે તમને જણાવીએ પથરીની સમસ્યાથી છુટકારો મેળવવાના કેટલાક પ્રાકૃતિક ઉપાય. જે તમને ઘરમાં જ સરળતાથી મળી શકે છે.
દ્રાક્ષનું સેવન કરવું-
પથરીની સમસ્યાવાળા લોકોને છૂટથી પેશાબ થવો અત્યંત જરૂરી હોય છે. જેથી કેટલાક એવા ફળ અને શાકભાજી હોય છે જેમાં પાણીનો ભાગ વધારે હોવાથી તે આરોગવાથી છૂટથી પેશાબ થાય છે એવું જ એક ફળ છે દ્રાક્ષ. કિડની સ્ટોનથી છુટકારો મેળવવા માટે દ્રાક્ષ એક મહત્વપૂર્ણ ફળ માનવામાં આવે છે. દ્રાક્ષ પ્રાકૃતિક મૂત્રવર્ધક સ્વરૂપે કાર્ય કરે છે કારણ કે, તેમાં પોટેશિયમ, મીઠું અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. દ્રાક્ષમાં અલબૂમીન અને સોડિયમ ક્લોરાઇડ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે જેના કારણે તેને કિડની સ્ટોન એટલે કે પથરીના ઉપચાર માટે ઉત્તમ માનવામાં આવે છે.
લીંબૂનો રસનો ઉપાય-
જૈતૂનના તેલની સાથે લીંબૂનો રસ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી કિડની સ્ટોનમાં ફાયદો થાય છે. જ્યારે તમને પથરીનો દુખાવો ઉપડે ત્યારે 60મિલી લીટર લીંબૂનાં રસમાં તેટલી જ માત્રામાં ઓર્ગેનિક જૈતૂનનું તેલ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી પથરીના દુખાવામાં આરામ મળે છે. લીંબૂનો રસ અને જૈતૂનનું તેલ તમારા સ્વાસ્થ્ય સંબંધી કોઇપણ સમસ્યાઓ માટે ખૂબ જ સારું સાબિત થાય છે. સાથે જ, જૈતૂનનું તેલ તમને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત પણ થઇ શકે છે.
નિયમિત ખાઓ કેળા-
નાના હોય કે મોટા બધાને કેળા પ્રિય હોય છે પરંતુ કેળાના ગુણોથી લોકો અજાણ હોય છે. આપણા આયુર્વેદમાં કેળાનો ઉપયોગ અનેક ઔષધિઓમાં કરવામાં આવે છે. કેળાનો કિડની સ્ટોનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેળાનું સેવન કરવું જોઇએ. કેળામાં વિટામિન બી-6 હોય છે. વિટામિન બી-6 શરીરમાં ઓક્ઝેલેટ ક્રિસ્ટલ બનવાથી રોકે છે અને તેને તોડે છે. માટે વિટામિન બી-6નું સેવન કરવાથી કિડની સ્ટોનના ઇલાજમાં સારી મદદ મળી રહે છે. એક શોધ પરથી જાણવા મળ્યું કે, દરરોજ 100થી 150 મિલિગ્રામ વિટામિન બી-6નું સેવન કરવાથી કિડની સ્ટોનના ઉપચારમાં ઘણો ફાયદો મળી છે.
કારેલાંનો ઉપાય-
કારેલાં સ્વાદમાં જેટલા કડવા હોય છે તેના ગુણો અને ફાયદાઓ એટલા જ મીઠા હોય છે. પરંતુ લોકોને તેના ગુણો વિશેની ખબર હોતી નથી. કારેલાને કોઇપણ સ્વરૂપમાં આરોગવાથી અનેક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે અને શરીર નિરોગી રહે છે. મોટાભાગે ઘણા ઓછા લોકોને કારેલાં ભાવતા હોય છે. પરંતુ કારેલા કિડની સ્ટોનના દર્દીઓ માટે રામબાણ ઔષધીનું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે પથરીનાશક માનવામાં આવે છે અને શરીરમાં પથરી બનતા અટકાવે છે. જેથી કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો જોઇતો હોય તો નિયમિત રીતે કારેલાંનું સેવન કરવું જોઇએ.
બથુઆનું શાક (એક પ્રકારની ભાજી) –
બથુઆ એક એવી ભાજી છે જેમાં અઢળક ઔષધિય ગુણો રહેલા હોય છે પરંતુ બહુ ઓછા લોકો આ ભાજી વિશે જાણે છે અથવા ખાય છે. ખાસ કરીને કિડની સ્ટોનની સમસ્યામાં આ ભાજી વરદાન સમાન હોય છે. કિડની સ્ટોનને બહાર નિકાળવા માટે બથુઆનું શાક ખૂબ જ કારગર માનવામાં આવે છે. આ માટે તમે અડધા કિલ્લો બથુઆનું શાક ઉકાળીને તેને ગાળી લેવું. હવે તે પાણીમાં થોડી મરી, જીરૂ અને ચપડી સિંધાલુણ મીઠું નાખીને દિવસમાં ચારવાર પીવું. આ ઉપાય કરવાથી ચોક્કસ કિડની સ્ટોનમાં ફાયદો થશે.
ડુંગળીનું સેવન કરવું-
ડુંગળી એક એવી શાકભાજી છે જેનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. ડુંગળીને ભોજનમાં સલાડ સ્વરૂપે ખાવી લોકોને જેટલી પસંદ છે તેટલા જ ડુંગળીમાં સ્વાસ્થ્યવર્ધક ગુણો પણ છુપાયેલા છે. ડુંગળીમાં સ્ટોન નાશક તત્વ હોય છે તેનો પ્રયોગ કરવાથી તમે કિડની સ્ટોનથી છુટકારો મેળવી શકો છો. લગભગ 70ગ્રામ ડુંગળીને પીસીને અને તેનો રસ કાઢીને તેનું સેવન કરવું. સવારે ખાલી પેટ ડુંગળીના રસનું નિયમિત સેવન કરવાથી પથરીના ટુકડાઓ થઇને તે મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે.
અજમાનું સેવન-
અજમો એક સર્વોતમ ટોનિક છે. અજમામાં અનેક ઔષધિય ગુણો છુપાયેલા છે. અજમાનું સ્વરૂપ દેખાવમાં જેટલુ નાનું હોય છે તેના ગુણો તેટલા જ વિશાળ હોય છે. અજમામાં એક મહાન યૂરીન એક્ટ્યૂએટર છે અને કિડની માટે ટોનિકના સ્વરૂપે કામ કરે છે. કિડનીમાં સ્ટોનને બનતા અટકાવવા માટે અજમાનો ઉપયોગ મસાલાના સ્વરૂપે અથવા ચામાં નિયમિતપણે કરવામાં આવે તો અજમો કિડની સ્ટોનની સમસ્યાને દૂર કરવામાં કારગર બને છે. જેથી નિયમિત રીતે કોઇપણ સ્વરૂપે અજમાનું સેવન કરવાથી આરામ મળે છે.
તુલસીનો પ્રયોગ-
તુલસી ઘણી બીમારીઓમાં દવાનું કામ કરે છે. તેનો ઉપયોગ ઘણી બીમારીઓમાં દવા તરીકે જ કરવામાં આવે છે. તુલસીની ચા પીવાથી કિડની સ્ટોનના દુખાવામાં અને તેને બહાર કાઢવામાં ઉપયોગી થાય છે. તુલસીનો રસ પીવાથી પથરીને મૂત્રના માર્ગે નિકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછો એક મહિનો તુલસીના પાનના રસની સાથે મધ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મળે છે. તમે તુલસીના પાનને રોજ ચાવી પણ શકો છો, તે ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થાય છે.
દાડમનો રસ-
દાડમનો રસ કિડની સ્ટોનની સમસ્યા માટે ખૂબ જ અદભૂત અને સરળ ઘરેલૂ ઉપચાર છે. દાડમના અનેક સ્વાસ્થ્ય લાભ સિવાય તેના બીયા અને રસમાં ખાટ્ટા ગુણોથી ભરપૂર હોવાથી તે કિડની સ્ટોનની સમસ્યા માટે એક પ્રાકૃતિક ઉપાય માનવામાં આવે છે જેથી દરરોજ દાડમનો રસ અથવા દાડમનું સેવન કરવું જોઇએ.
June 2006 July 2006 July 2007 October 2007 March 2008 April 2008 September 2008 October 2008 October 2010 November 2010 December 2010 January 2011 February 2011 March 2011 April 2011 May 2011 June 2011 July 2011 August 2011 September 2011 October 2011 November 2011 December 2011 January 2012 February 2012 March 2012 April 2012 May 2012 June 2012 July 2012 August 2012 September 2012 October 2012 November 2012 December 2012 January 2013 February 2013 March 2013 April 2013 May 2013 July 2013 August 2013 September 2013 October 2013 November 2013 December 2013 January 2014 February 2014 March 2014 May 2014 July 2014 August 2014 September 2014 October 2014 November 2014 December 2014 January 2015 September 2015 October 2015 November 2015 February 2016 March 2016 May 2016 June 2016 July 2016 August 2016 September 2016 October 2016 November 2016 December 2016 March 2017 April 2017 May 2017 June 2017 July 2017 August 2017 September 2017 March 2018 April 2018 May 2018 June 2018 July 2018 September 2018 January 2019 March 2019 September 2019
Subscribe to Posts [Atom]