'શંકા સમાધાન' … (૨) … "નવી ભોજન પ્રથા" … (ભાગ-૭ )'
'શંકા સમાધાન' ….(૨) … "નવી ભોજન પ્રથા" … (ભાગ-૭ ) …
પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત)..
Suprintending Engineer(Retired)G.E.B.
આવતાં દસ-પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વિચિત્ર દ્રશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો જુનવાણી બાપ તેના પચાસ વર્ષના આધુનિક પુત્રની ખબર કાઢવા હોસ્પિટલ જશે. … ગુણવંત શાહ
'દવાઓથી રાહત છે, રોગ નાશ નહિ'
ભોજનથી વજન વધે છે, શક્તિ નહિ'
બધાં દુઃખોનું કારણ શરીરમાં રહેલ મળ છે તે સમજથી નવી ભોજનપ્રથા ને અમલવારીમાં મૂકવામાં આવે, તેમજ નિર્જળા અને કાચું તે સાચું જો સમજમાં આવે તો તમારી સાધનામાં સવિશેષ ફાયદો જોવા મળશે. એનિમાનો ઉપયોગ પણ સરળ છે.
આપણે 'શંકા સમાધાન' અન્વયે આ અગાઉ ની પોસ્ટમાં … 'હાલની ભોજનપ્રથા' માં શું ખામી છે? તે વિશે જાણકારી મેળવી અને તેનું સમાધાન કર્યું. આજે આપણે 'નવી ભોજન પ્રથા' શું છે ? તે વિશે જાણકારી મેળવીશું અને મનનું સમાધાન કરીશું.
શંકા : નવી ભોજન પ્રથા' શું છે ?
સમાધાન : શ્રી બાલુભાઈ ચૌહાણ : શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને ગીતાજ્ઞાન આપે છે ત્યારે એક વાત કહે છે કે આ પુરાતન યોગ પહેલાં મેં સૂર્યને કહેલ. સૂર્યએ મનુને અને મનુએ ઈક્ષ્વાકને કહેલ અને કાળે ક્રમે તે નષ્ટ થઇ ગયો છે. અતિ પુરાણો હોવા છતાં પણ તારા માટે તે નવો છે.
આ જ રીતે 'નવી ભોજન પ્રથા' એ ખરેખર અતિ પુરાણી છે. જેને આપણે 'પ્રાકૃતિક ભોજન પ્રથા' તરીકે જાણતા હતા. આપણા ઋષિ – મુનિઓ એ વર્ષોની તપશ્ચર્યા દરમ્યાન અપનાવેલ અને આજે પણ તે ચાલુ જ છે, પરંતુ કાળક્રમે તે નષ્ટ થઇ ગઈ – વિકૃત થઇ ગઈ છે. જેથી આજે આપણા માટે તે નવી કહી શકાય.
હકીકતમાં સાચી ભોજન પ્રથા તો એ છે કે ઈશ્વરે દરેક જીવ માટે તેનો ખોરાક – આહાર નક્કી કરેલ છે તે મુજબ માનવ દેહ માટે વનસ્પતિજન્ય એટલે કે શાકાહાર નક્કી કરેલ છે જેથી શાકાહાર જ કરાય. દૂધ વનસ્પતિજન્ય નથી, તે પશુજાન્ય ખોરાક હોઈ તેથી દૂધ અને તેની બનાવટ નો ઉપયોગ ન કરવો જોઈએ. કૂદરતે વનસ્પતિજન્ય ખોરાક સૂર્ય તાપથી જ બનાવેલ હોય, ત્યારબાદ, ફરી તે ખોરાકને ચૂલે ન ચડાવવો જોઈએ. કારણ કે તેથી તેમાં રહેલ રસ-ક્ષ અને તત્વને આપણે બાળીને નાશ કરીએ છીએ. આમ, આપનો ખોરાક માત્ર ને માત્ર વનસ્પતિજન્ય અને એટલું જ નહિ તે જે અને તે સ્વરૂપે લેવો જરૂરી છે.
આપણે જાણીએ છીએ કે અન્ય શાકાહારી જીવો કે જે ભક્ષ કરીને ખોરાક લેતા નથી, તેઓ કૂદરતી વનસ્પતિ પર જ જીવન નિર્વાહ કરતા હોય તેઓ આપણા કરતાં નિરોગી સદા હોય છે. તેઓ સામાન્ય સંજોગમાં ગંદા પાણી પીતા હોય છે કોઈ દિવસ અન્ય વિશેષ કાળજી તેઓ પોતાના શરીરની અલગથી રાખતા ન હોવા છતાં તેઓ આપણી સ્સરખામણીમાં ખૂબજ નિરોગી હોય છે.
જ્યારે આપણે અનેક રાંધેલા ખોરાક અને પીવાના પાણી – (મિનરલ પાણી) વિગેરે માટે વિશેષ કાળજી દાખવતા હોય છે. દરેક બાબતમાં અનેક સ્વચ્છતા પણ આપણે જાળવતા હોઈએ છીએ. એટલું જ નહિ અમૂક કુટુંબમાં તો ખોરાક તૈયાર કરવામાં આવતો હોય ત્યારે શુદ્ધ અને સાત્વિક વાતાવરણ જળવાઈ તે માટે ઈશ્વરના નામનું રટણ પણ કરવામાં આવતું હોય છે. આમ છતાં આપણે અનેક રોગોથી પીડાતા હોઈએ છીએ. બસ, આ સમયે આપણે આપણી જાતને પૂછવું જરૂરી છે કે આમ કેમ બને છે ? શું આપ સર્વેને એવું નથી લાગતું કે અહીં આપણે જાગવું જરૂરી છે ? આપણે આપણી જો કાંઈ ભૂલ જણાય તો સુધારવી જરૂરી છે ? જે બિમાર નથી નિરોગી છે કે પ્રમાણમાં ઓછા બિમાર છે તેને સમજવા જોઈએ અને તેને અનુસરવું જોઈએ. આમ જોતાં સાચી ભોજન પ્રણાલી ભગવાને આપેલ ખોરાક જેના તે સ્વરૂપે અપનાવવો એ છે. રાંધેલ ખોરાક કે માંસાહાર તેમજ દૂધ કે દૂધની બનાવટો ન લેવી જોઈએ. અને આ પ્રકારની વાત હું સમજુ છું કે કોઈપણ ને હરગિજ તૂરત સ્વીકાર્ય નહી હોય તે એટલું જ સાચું છે.
આથી મધ્યમ માર્ગ શોધવો રહ્યો. જેથી દૂધ અને ધૂધ્ની બનાવટો તેમજ રાંધેલ ખોરાક –આહાર પણ લઇ શકાય તેમ છતાં નિરોગી રહેવાય, બિમાર ન પડાય. આથી તડજોડ કરી અને અનેક વર્ષોના જાત અનુભવ બાદ વિશેષ ધ્યાન રાખી અને સૌને અનુકુળ રહે તે પ્રકારની નવી ભોજન પ્રથા ખાસ આ પ્રકારે વિકસાવેલ છે …
§ સવારે ઊઠીને ઓછમાં ઓછું છ કલાક સુધી પાણી પેટમાં પધરાવવું નહિ. એટલું જ નહિ પરંતુ કંઈ પણ ખાવું પણ નહિ. 'નિર્જળા ઉપવાસ એ જ ઉત્તમ ગણવો.'
§ બપોરે આગાળ જણાવ્યું તે મુજબ 'કાચું તે સાચું' ગણીને આપણને ઈશ્વરે આપેલ જે કાંઈ વનસ્પતિ ઉપલબ્ધ છે, જેવી કે … દરેક પ્રકારની ભાજી – પાન, ફળ- ફૂલ, (પાન એટલે કે નાગરવેલના પાન, બીલી પત્ર, તુલસી પત્ર, રજકો-ગદબ આ તેમજ આવા અન્ય …) લીલાં શાકભાજી વગેરે … તે બધું રાંધ્યા વગર કાચે કાચું ખાવું. જરૂર જણાય ત્યાં તેનો રસ કાઢીને પી શકાય છે. આ ઉપરાંત તે પીસીને ચટણી સ્વરૂપે પણ લઇ શકાય છે. આ ઉપરાંત મરી -મસાલા – તેજાના નો ઉપયોગ કે છંટકાવ કરી ને પણ કાચું ખાઈ શકાય તેમજ રસ પી શકાય છે.
§ રાત્રે ફક્ત એક વખત કોઇપણ વસ્તુ જે ભાવે તે રાંધેલ ખાઈ શકાય છે. જેમ કે દાળ, ભાત-શાક, કાઢી, રોટલી, ખીચડી, દૂધ, મીઠાઈ, અથાણા, પાપડ જે કાંઈ ઈચ્છા થાય તે. પરંતુ અહીં એક વિશેષ ખ્યાલ રાખવાનો છે કે રાંધેલ ખોરાકમાં ૬૦% કે તેથી વધુ લીલા શાકભાજીનો ઉપયોગ કરવો અને બાકી ૪૦ % માં અન્ય ખોરાક લઇ શકાય છે. ટૂંકમાં અનાજ ઓછું પરંતુ વનસ્પતિ વધુ.
સાચું તો એ છે કે :
"શિરામણ, બપોરા કે વાળુ
રસોડા ને મારી દો તાળું"
"બ્રેકફાસ્ટ, લન્ચ કે ડીનર
જે કાચું ખાઈ તે વીનર"
બસ, ઉપરોક્ત સૂચવેલ પદ્ધતિ અને સુત્રો ને અપનાવી લો અને પછી જુઓ કે રોગ કેવી રીતે પૂંઠ પકડીને ભાગે છે…
મિત્રો આજે આટલું બસ, હવે પછી આપણે જોઈશું નવો પ્રશ્ન … "બધા જ પાણી ખૂબ પીવાનું કહે છે, જ્યારે તમારી પદ્ધતિમાં પાણી ઓછું પીવાનું કહો છો … આ વંત કાંઈ ગળે ઉતરતી નથી…" આ શંકાને તપાસીશું.. અને સમાધાન મેળવીશું.
www.newdiet4health.org
Visit UTube : B.V. Chauhan
'તમે આ સંદેશ તમારા મિત્ર – પરિવારમાં મોકલશો, જેના ભાગ્યમાં હશે અને તે આ પદ્ધતિ અપનાવશે; તો તેને જરૂર ફાયદો થશે.'
તો ચાલો મિત્રો, આજે આપણે 'નવી ભોજન પ્રથા' નાં પ્રણેતા … શ્રી બાલુભાઈ ચૌહાણ ….(અમરેલી) નાં સ્વમુખે 'નવી ભોજન પ્રથા' … વિશે … વિડીયો (કલીપ) લીંક દ્વારા રૂબરૂ જાણીએ … (આપને અમારો આ પ્રયાસ પસંદ આવશે તો અન્ય વિડીયો કલીપ પણ હવે પછી મૂકતા રહીશું. જેમાં આપ 'નવી ભોજન પ્રથા' આપનાવનાર અનેક સાધકોના સ્વાનુભવ તેમના મુખે જ જાણશો અને માણશો….
June 2006 July 2006 July 2007 October 2007 March 2008 April 2008 September 2008 October 2008 October 2010 November 2010 December 2010 January 2011 February 2011 March 2011 April 2011 May 2011 June 2011 July 2011 August 2011 September 2011 October 2011 November 2011 December 2011 January 2012 February 2012 March 2012 April 2012 May 2012 June 2012 July 2012 August 2012 September 2012 October 2012 November 2012 December 2012 January 2013 February 2013 March 2013 April 2013 May 2013 July 2013 August 2013 September 2013 October 2013 November 2013 December 2013 January 2014 February 2014 March 2014 May 2014 July 2014 August 2014 September 2014 October 2014 November 2014 December 2014 January 2015 September 2015 October 2015 November 2015 February 2016 March 2016 May 2016 June 2016 July 2016 August 2016 September 2016 October 2016 November 2016 December 2016 March 2017 April 2017 May 2017 June 2017 July 2017 August 2017 September 2017 March 2018 April 2018 May 2018 June 2018 July 2018 September 2018 January 2019 March 2019 September 2019
Subscribe to Posts [Atom]