જો પેટ્રોલનાં ભાવ આ જ રીતે વધતા રહેશે તો…
એક દિવસ એવો આવશે અને આપણને એવું વાંચવા મળશે કે …
૧ લિટર પેટ્રોલ સાથે પલ્સર બાઇક મફત.!
________________________
ટીચર(સરદારજીને)- 8 નાં અડધા કેટલા થાય?
સરદારજી- એ તો તમે કેવી રીતે અડધા કરો છો એના ઉપર આધાર રાખે છે.જો હોરિઝોન્ટલી કરો તો જવાબ ’0′ આવે અને વર્ટિકલી કરો તો જવાબ ’3′ આવે.!
___________________________
અમેરીકન- અમારા કુતરા સાયકલ ચલાવે છે
ચાઇનીઝ- અમારી બિલાડી બાઇક ચલાવે છે
જાપાનીઝ- અમારે વાંદરા વિમાન ચલાવે છે
ભારતીય- અમારે ગધેડા આખો દેશ ચલાવે છે.!
_______________
ટીચર- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી- સમજદાર
ટીચર- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી- બોય-ફ્રેન્ડ.!
____________________________
અમેરીકા,ચીન અને ભારતના પોલીસવાળાનું પરિક્ષણ ચાલતુ હતું. એક વાંદરાને જંગલમાં ભગાડી મુકવામાં આવ્યો. ચાઈનીઝ પોલીસ વાંદરાને ૮ કલાકમાં શોધી લાવી.
અમેરીકન પોલીસ ૪ કલાકમાં શોધી આવી.
પછી ભારતની પોલીસનો વારો આવ્યો.
૨ દિવસ થયા છતાં ભારતીય પોલીસ પાછા ના આવ્યા.એટલે એમને શોધવા માટે અમેરીકન અને ચાઈનીઝ પોલીસને મોકલ્યા.
એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.જોયું તો ભારતીય પોલીસે એક આદિવાસી પકડ્યો હતો અને ડંડા મારતા હતા અને સાથે બોલતા હતા…
“બોલ…બોલ કે હું ભાગી ગયો એ જ વાંદરો છું. બોલ નહીતર હજુ એક મારુ છુ…
બોલ! કે હું ભાગી ગયો એ જ વાંદરો છું”
______________________________
રજનીકાંત અને નરેશ કનોડીયા હવે ફ્રેન્ડ બની ગયા છે.ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ કરી દીધું છે.અને તે બંને હવે એક જ ફિલ્મમાં કામ કરવાનાં છે.તો વિચારો….એ નવી ફિલ્મનું નામ શું હશે?
અરે વિચારો વિચારો…
ના ખબર પડી? તો લો ત્યારે કહી દઉં….
ફિલ્મનું નામ - શહેરનો રૉબો અને ગામડાનો ડોબો…
_____________________________
આસમાન મેં કાલી ઘટા છાઇ હૈ,
આજ ફીર પ્રિન્સિપાલ સે માર ખાઇ હૈ,
સબ કહેતે હૈ સુધર જા…
પર ક્યા કરે…આજ મેડમ ફીર સે ‘શીલા‘ બનકે આઇ હૈ…
______________________________
જયદેવ(બાપુને): બાપુ, તમારા જમણા ખીસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો?
બાપુ ઉવાચ્યઃ “સાલુ….આ પેન્ટ કોનું પહેર્યું?
________________________________-
Que - જ્યારે આફ્રિકાની સ્ત્રીઓ સાંભળે નહિં તો એને શું કહેવાય?
Ans- BLACK-BEHRY
_______________________________-
સંતા – એક કિલો ગાયનુ દૂધ આપજો. બંતા – પરંતુ તમારુ વાસણ તો ખૂબ જ નાનુ છે. સંતા – ઠીક છે તો બકરીનુ આપી દો….
_______________________________________
જો કોલંબસ ને પત્ની હોત તો, વિશ્વાશ છે કે એ ક્યારેય અમેરિકા ના શોધીશકત!
કેમ ?
પત્ની:તમે ક્યા જાઓ છો ?
કોની સાથે જાઓ છો ?
શા માટે જાઓ છો ?
શુ શોધવા જાઓ છો ?
એનાથી શુ થશે ?
ફક્ત તમે જ કેમ ?
બીજા નથી ?
તમે જશો પછી હુ શુ કરીશ ?
શુ હુ તમારી સાથે આવુ ?
તમે પાછા ક્યારે આવશો ?
તમે રહેશો ક્યા?
તમે ખાશો-પીશો ક્યા?
તમે મને યાદ કરશો ને?
ભૂલી નહી જાઓ ને ?
કોલંબસ : લે, મારી મા! નથી જતો ખુશ
_____________________________
રિક્ષા-ડ્રાઇવ(પાછળ બેઠેલા યુગલનેઃ)
ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે.
ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે.
સભ્યતાથી બેસજો,કાચમાં બધું દેખાય છે.
________________________
ટીચર(હાર્દને)- “Fox નું બહુવચન શું થાય?”
હાર્દ- ”Winter”
ટીચર- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”
હાર્દ- “તો Winter એટલે શિયાળો…!!!
_________________________
ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે? કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
_____________________________
અને છેલ્લે છેલ્લે…
માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,
સંભાળીને પોતે નથી ચાલતો,
અને પડી જાય તો ‘પથ્થર’ નો વાંક કાઢે છે.
posted by Bhavesh Jhaveri #
3:23 PM 