Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Thursday, May 29, 2014

 

શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકાવવાના આ રહ્યા દેશી ઉપાય

-ઈસબગોલના બીજનું તેલ અડધી ચમચી દિવસમાં બેવાર લેવાથી પણ ફાયદો થાય છે. દારુ કે કોઈ કોઈ નશો ન કરો. લીંબુ, આમળા જે પણ ઠીક લાગે, રોજિંદા ભોજનમા સામેલ કરો. લસણ, ડુંગળીના રસનું સેવન પણ ઉપયોગી સાબિત થાય છે. સોયાબીનના તેલનો ઉપયોગ કરો તે પણ સારો ઉપચાર છે. અંકુરિત કરેલ દાળનું પણ સેવન શરૂ કરો. રોજ 50 ગ્રામ કાચા કુવારપાઠાનુ સેવન ચિકિત્સકિય નિર્દેશનમાં કરવાથી લાભ થાય છે. -છેલ્લે અંતમા અને સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે દહીં જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછા કરવામાં તમારી મદદ કરે છે. દહીંમાં મોજુદ પ્રોબાયોટિક્લ લેક્ટોબેસિલિયમ એસિડોફિલિસ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ખાદ્ય પદાર્થોને સતર્કતાપૂર્વક પસંદ કરવાની સાથે જ નિયમિત કસરતથી કુલ કોલેસ્ટ્રોલ વધવાના જોખમથી બચી શકાય છે. -કાચા લસણની બે-ત્રણ કળીઓને સવારે ખાલી પેટે ઠંડા પાણીની સાથે ગળવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં 40 તુલસીના પત્તા નાખો અને 1 લીંબુને નીચોવી લો. તુલસીના પાનને ચાવતા જાઓ અને લીંબુનું પાણી પીતા જાઓ. રાતના સમયે બે ચમચી ધાણા એક ગ્લાસ પાણીમાં ભીંજવી દો. સવારે હલાવીને પાણી પી લો. ધાણા પણ ચાવીને ગળી જાઓ. દૂધમાં થોડા તજ નાંખીને પીવાથી પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. -આહારમાં વધુ એન્ટી ઓક્સીડેન્ટ લેવા જોઈએ. એન્ટી ઓક્સીડેન્ટ એથોરિક્લોરોસિસ થતા રોકે છે. વિટામીન સી, વિટામિન ઈ અને બીટા કેરોટિનમાં મોજુદ હોય છે. અનેક પ્રકારના ફળ તથા શાકભાજી પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે નટને હૃદયરોગમાં નુકસાનદાયી માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં નટ લાભદાયી છે. હૃદયરોગીઓને દૂધવાળી ચાથી પરેજી કરવી જોઈએ કારણ કે તેમાં કેલેરી વધુ હોય છે. એવા દર્દીઓ માટે વગર દૂધ અને ખાંડ વગરની ચા પીવી વધુ સારું રહે છે કારણ કે તેમાં એન્ટી એક્સીડેન્ટ હોય છે. દિવસભરમાં બે-ત્રણ કપ એવી ચા પીવાથી લાભદાયક રહે છે. -દાડમનો જ્યૂસ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, નાઈટ્રિક ઓક્સાઈડનું ઉત્પાદન વધારે છે. નાઈટ્રિક ઓક્સસાઈડથી આર્ટરીઝમાં જામેલા થોક ઓછા કરવામાં મદદ મળે છે. તેને સામાન્ય ભાષામાં જઈ પણ કહે છે. તેમાં બીટા ગ્લૂકેન નામનું રસાયણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ(એલડીએલ)ને રક્ત નળીકાઓથી હટાવી દે છે. તેને બનાવવું ખૂબ જ આસાન હોય છે અને તેથી જ બદા મોટા સ્ટોર્સમાં મળી જાય છે. -બટર, ચીઝ, ક્રીમ, ઘી, ફ્રાઈડ ફ્રૂટ્સ જેવા પૂરી પરોઠા અને સમોસા પૂરી રીતે એવોઈડ કરવાની જરૂરિયાત છે. ડો. સુનિતાનું કહેવું છે કે સ્વીટ્સ, ખાસ કીરને ફ્રાઈડ સ્વીટ્સ, આઈસક્રીમ, કેક, પિઝા, પાસ્તા, ડ્રાઈ ફ્રુટ અને નટ્સ, રેડ મીટ અને એગ યોકથી પણ પરેજી રાખવાની જરૂરિયાત હોય છે. હા, ભીંજવેલા બદામ અને વોલનટ્સ લઈ શકો છે. ફ્રૂટ જ્યૂસ, સ્ક્વૈશૈઝ અને સ્વીટેડ કાર્બોનેટ પણ ન ખો. રિફાઈન્ડ સીરિયલ્સ ને તેના પ્રોડક્ટ મેદા, વાઈટ બ્રેડ વગેરે પણ ન ખાઓ.

 

 


Monday, May 05, 2014

 

વર્ષો જુના હઠીલા મસા, ઓપરેશન વિના દેશી પદ્ધતિથી થશે ગાયબ Remedies for warts

વર્ષો જુના હઠીલા મસા, ઓપરેશન વિના દેશી પદ્ધતિથી થશે ગાયબ

http://religion.divyabhaskar.co.in/article-hf/ayurvedic-nuskhe-yoga-10-home-remedies-for-warts-4601294-PHO.html?seq=5

-બેકિંગ સોડા અને એરંડીનું તેલ સરખી માત્રામાં મેળવીને ઉપયોગ કરવાથી મસા ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે

-વડના પાનનો રસ મસાનો ઉપચાર કરવા માટે ખૂબ જ અસરદાર હોય છે. તેના રસને ત્વચા ઉપર લગાવવાથી ત્વચા સૌમ્ય થઈ જાય છે અને મસા આપમેળે જ પડી જાય છે.

-બટાકાને છોલીને તેની ફાંકને મસા ઉપર રગડવાથી મસા ગાયબ થઈ જાય છે.

-લીલા ધાણાને પીસીને તેનું પેસ્ટ બનાવી લો અને તેને રોજ મસા ઉપર લગાવો.

-તાજા અંજીરને મસળીને તેની થોડી માત્રા મસા ઉપર લગાવો. 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. મસા દૂર થઈ જશે.

-કાચ લસણ મસા ઉપર લગાવીને તેની ઉપર પટ્ટી બાધી એક અઠવાડિયા સુધી રહેવા દો. એક અઠવાડિયા પછી પટ્ટી ખોલીશો તો તમે જોશો કે મસો ગાયબ થઈ ગયો છે.

-એક ડુંગળીનો રસ કાઢો. આ રસને નિયમિત રીતે દિવસમાં એકવાર મસા ઉપર લગાવો. તેના ઉપાયથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે.

-ખાટ્ટા સફરજનનો જ્યૂસ કાઢો. દિવસમાં એકથી ત્રણવાર મસા ઉપર લગાવો. મસા ધીરેધીરે ખરવા લાગશે.

-ચહેરાને સારી રીતે ધોઈ લો અને કોટનને સિરકા(વિનેગર)માં ભિંજવીને તલ-મસા ઉપર લગાવો. દસ મિનિટ પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસમાં જ મસા ગાયબ થઈ જશે.

-મસાથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાના જેલનો પણ ઉપયોગ કરી શકે છે.

-તાજો મોસંબીનો રસ મસા ઉપર લગાવો. એક દિવસમાં 3 કે ચાર વાર લગાવો, મસા ગાયબ થઈ જશે.

-કેળાની છાલને અંદર તરફથી મસા ઉપર રાખીને એક પટ્ટીથી બાંધી લો. એમ દિવસમાં બે વાર કરો અને લગાતાર કરતા રહો. જ્યાં સુધી મસા દૂર ન થાય ત્યાં સુધી કરો.

-મસા ઉપર નિયમિત રીતે ડુંગળી મસળવાથી પણ મસા ગાયબ થઈ જાય છે.


Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019   September 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]