રિચાર્જ કરતો થઈ ગયો ખરે ટાણે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! સામે કોણ છે એ જોઈને સંબંધ રિસિવ કરતો થઈ ગયો સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વીચ ઓફ કરતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! આજે MITA તો કાલે GITA એમ મોડેલ બદલતો થઈ ગયો મિસિસને છોડીને મિસને એ કોલ કરતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! પડોશીનુ ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો સાલું, થોડી રાહ જોઈ હોત તો! એવું ઘરમાં યે કહેતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો એ થઈ ગયો આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! |